કિસાન આંદોલનમાં રાજનીતિઃ રાહુલની પીએમને ચેતવણી, નકવીએ કહ્યુ- અમે કોંગ્રેસ નથી

Polictics over kisan andolan:કૃષિ કાયદાનો વિરોદ કરી રહેલા કિસાનોને દિલ્હીમાં આવવાની મંજૂરી બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ કે, આ માત્ર શરૂઆત છે. સરકારે કાળા કાયદા પરત લેવા પડશે. બીજીતરફ ભાજપ સતત કોંગ્રેસ પર કિસાનોને ભડકાવવાના આરોપ લગાવી રહી છે.   

Updated By: Nov 27, 2020, 05:01 PM IST
કિસાન આંદોલનમાં રાજનીતિઃ રાહુલની પીએમને ચેતવણી, નકવીએ કહ્યુ- અમે કોંગ્રેસ નથી

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રમાં પાસ કરવામાં આવેલા 3 કૃષિ કાયદાની વિરુદ્ધ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કિસાન દિલ્હી કૂચ કરી રહ્યાં છે. જગ્યાએ-જગ્યાએ તેમને રોકવા માટે ગુરૂવારથી હરિયાણા અને દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવી, બેરિકેડિંગ કરવામાં આવ્યું. કેટલાક સ્થળો પર ઘર્ષણ થયું પરંતુ શુક્રવારે બપોરે આખરે કિસાનોને દિલ્હી આવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટ્વિટર પર ગાજ્યા- હજુ તો આ શરૂઆત છે, સરકારે કાળા કાયદાને પરત લેવો પડશે. કિસાન આંદોલન પર રાજકીય તડકો લાગી ગયો છે. ભાજપ કોંગ્રેસ પર કિસાનોને ભડકાવવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસના આરોપ નકારી રહી છે. સરકાર કહી રહી છે કે તે વાતચીત માટે તૈયાર છે. કિસાનો કહી રહ્યાં છે કે કાયદાને પરત લો.

હજુ તો આ શરૂઆત છે, કાળા કાયદા પરત લેવા પડશે- રાહુલ
શુક્રવારે કિસાનોએ મોટી સંખ્યામાં દિલ્હી તરફ કૂચ કરી હતી. રાજધાનીની સરહદો સીલ કરી દેવામાં આવી હતી જેથી કિસાનો ન આવી શકે. દિલ્હી પોલીસ અને કિસાન નેતાઓ વચ્ચે વાતચીતમાં નક્કી થયું કે, કિસાનોને દિલ્વીઆવવા દેવામાં આવે અને બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડમાં તેમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની મંજૂરી હશે. તેને મોટી જીત ગણાવતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ #IamWithFarmers (હું ખેડૂતોની સાથે છું) હેશટેગની સાથે ટ્વીટ કરી સીધી પીએમ મોદીને ચેતવણી આપી- જ્યારે-જ્યારે અહંકાર સામે સત્ય ટકરાય છે, પરાજીત થાય છે. 

રાહુલનો વાર, નકવીનો કટાક્ષ
રાહુલ ગાંધીએ લખ્યુ, 'પીએમે યાદ રાખવુ જોઈએ કે જ્યારે-જ્યારે અહંકાર સત્ય સામે ટકરાય છે, પરાજીત થાય છે. સત્યની લડાઈ લડી રહેલા કિસાનોને દુનિયાની કોઈ સરકાર ન રોકી શકે. મોદી સરકારે કિસાનોની માગ માનવી પડશે અને કાળા કાયદાને પરત લેવો પડશે. આ તો માત્ર શરૂઆત છે.' બીજીતરફ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી કટાક્ષ કરી રહ્યા છે કે અમે કોંગ્રેસ નથી જે કિસાનો માટે નો એન્ટ્રીનું બોર્ડ લગાવી દઈએ. આવો વાત કરો, ભ્રમ હોય તો દૂર કરો. સરકારના દરવાજા વાતચીત માટે હંમેશા ખુલા છે. 

સરકાર બોલી- આંદોલન પરત લે કિસાન, 3 ડિસેમ્બરે કરીએ વાતચીત
પંજાબના કિસાન આમ તો મહિનાથી આંદોલન કરી રહ્યાં છે. ટ્રેનો રોકી હતી. પરંતુ હવે કિસાન દેશની રાજધાનીમાં હુંકાર ભરવા માટે તયાર છે. સરકાર હજુ પણ કિસાનોને વિશ્વાસ અપાવવામાં લાગી છે કે કાયદાથી આવનારા દિવસોમાં તેમની જિંદગીમાં ક્રાંતિકારી ફેરફાર આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાનોને આંદોલન પરત લેવાની અપીલ કરી છે અને 3 ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube