અમદાવાદ :પ્રધાનમંત્રી મોદીએ 9મી વખત સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી. વહેલીસવારે કારગિલના દ્રાસ સેક્ટર પહોંચીને પ્રધાનમંત્રીએ દિવાળી ઉજવી હતી. કારગિલમાં સેનાના જવાનોને સંબોધિત કરતાં તેમણે સેનાનો ઉત્સાહ વધાર્યો. તેમણે સૈનિકો સાથે લગભગ એક કલાક જેટલો સમય વિતાવ્યો હતો. ત્યારે આ પળ ખાસ બની રહી હતી. કારણ કે, સેનાના જવાનોએ પીએમ મોદી માટે ગુજરાતીમાં ગીતો ગાયા હતા. આ જોઈને પીએમ મોદી ખુશખુશાલ થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાનોએ પીએમ મોદીએ ‘લહેરાય છે તિરંગા’ ગુજરાતી ગીત લલકાર્યુ હતું. ‘અમે ગુજરાતી લહેરીલાલા’ ગીત જવાનોના મોઢે સાઁભળીને પીએમ મોદી પણ અભિભૂત થઈ ગયા હતા. જવાનોએ આખેઆખુ ગીત ગાઈને બતાવ્યુ હતું. તો પીએમ મોદીએ પણ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, કારગિલની ધરતી પર પીએમ સામે ગુજરાતીમાં ગીત લલકારનાર તમામ જવાનો ગુજરાતના હતા. પીએમ મોદીએ તેમને પૂછ્યુ હતું કે, શું તમે ગુજરાતી છો? તો તમામે એકસૂરે હા પાડી હતી. તમામે ગુજરાતના અલગ અલગ શહેરોનું નામ લીધુ હતું.  



પીએમ મોટીએ વીડિયો શેર કર્યો
પીએમ મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જેના પર જોતજોતામાં લાઈક્સનો વરસાદ થયો હતો. તો અનેક લોકોએ આ વીડિયોને શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું કે, કારગિલમાં થોડુ ગુજરાત.


કારગિલમાં સંબોધન કરતા મોદીએ કહ્યું કે સેનાના જવાનો મારો પરિવાર છે, તેમની સાથે દિવાળી મનાવનાનું સારું લાગે છે. મોદીએ કહ્યું કે દેશના લોકોની દિવાળી અને અમારી આતશબાજી અલગ હોય છે. તમારી આતશબાજી પણ અલગ અને ધડાકા પણ અલગ હોય છે. સેનાના જવાનોને દિવાળીનો અર્થ સમજાવતા પીએમએ કહ્યું કે વાસ્તવમાં દિવાળીનો સાર એ છે કે આતંકનો અંત થાય અને પછી તેનો ઉત્સવ મનાવવામાં આવે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ સેનાએ આ જ રીતે આતંકને કચડી નાખ્યો હતો. એક દિવ્ય જીત મેળવી હતી. દેશમાં તે જીતની એવી દિવાળી મનાવવામાં આવી હતી કે લોકો આજે પણ તેને યાદ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય હતું કે હું એ વિજયનો સાક્ષી બન્યો હતો અને મેં એ યુદ્ધને નજીકથી જોયું હતું. હું અહીંના અધિકારીઓનો આભારી છું કે તેઓએ મને 23 વર્ષ જૂની તસવીરો બતાવીને મને તે ક્ષણ યાદ અપાવી. દેશના એક સામાન્ય નાગરિક તરીકેની મારી ફરજ મને યુદ્ધના મેદાન સુધી લઈ આવી હતી.