PM મોદીએ `Covaxin` અને `Covishield`ના ડેવલપમેન્ટની કરી સમીક્ષા
કોરોના વાયરસને પછાડવા માટે ભારતમાં બની રહેલી રસીઓની સમીક્ષા કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આજે દેશની ત્રણ ટોચની પ્રયોગશાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. સૌપ્રથમ તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી અને ત્યારબાદ હવે હૈદરાબાદના ભારત બાયોટેકની મુલાકાત માટે હૈદરાબાદ પહોચ્યા અને રસીના ડેવલપમેન્ટની સમીક્ષા કરી.
નવી દિલ્હી: કોરોના વાયરસને પછાડવા માટે ભારતમાં બની રહેલી રસીઓની સમીક્ષા કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આજે દેશની ત્રણ ટોચની પ્રયોગશાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. સૌપ્રથમ તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી અને ત્યારબાદ હવે હૈદરાબાદના ભારત બાયોટેકની મુલાકાત માટે હૈદરાબાદ પહોચ્યા અને રસીના ડેવલપમેન્ટની સમીક્ષા કરી. અહીંથી તેઓ પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મુલાકાત માટે પુણે પહોંચ્યા. પીએમ મોદી જે કંપનીઓની મુલાકાત લઈ રહ્યા છે તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની ટોપ રસી કંપનીઓમાં ગણાય છે. અત્યાર સુધીમાં અનેક બીમારીઓની અબજો ડોઝ રસીનું નિર્માણ કરી ચૂકી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube