કોલકાતા: બંગાળ ચૂંટણી (West Bengal Election 2021) માં આ વખતે મા, માટી અને માનુષનો નારો સાંભળવા મળશે નહીં પરંતુ આ વખતે મમતા (Mamata Banerjee) , મતુઆ અને મોદી મેજિક જોવા મળશે. પીએમ મોદી (PM Modi) આ વખતે બંગાળની ધરતીથી નહીં પરંતુ બાંગ્લાદેશની ધરતીથી બંગાળને સાંધશે. 26 માર્ચના રોજ થનારી PM મોદીની આ ગેમચેન્જર ઉડાણથી દીદી અત્યારથી જ પરેશાન છે. કારણ કે સવાલ તે કિંગમેકર મતુઆ વોટબેન્કનો છે જે દીદીના હાથમાંથી સરકીને મોદી સાથે જઈ રહ્યા છે અને 27 માર્ચના રોજ આ વોટબેન્ક સંપૂર્ણ રીતે દીદીના હાથમાંથી સરકી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશથી 'બંગાળ'ને કેવી રીતે સાધશે મોદી?
અત્રે જણાવવાનું કે બંગાળની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે. પીએમ મોદી પણ ચૂંટણીના રણમાં જલદી ઉતરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  26-27 માર્ચથી બાંગ્લાદેશના પ્રવાસે જવાના છે. ત્યાં તેઓ મતુઆ સમાજ (Bengali Matua voter) ને સાધવાની કોશિશ કરી શકે છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ વખતે  પીએમ બાંગ્લાદેશથી બંગાળ ચૂંટણીમાં મતદારોને સાંધવાની કોશિશ કરવાના છે. 


બાંગ્લાદેશના ઓરાકંડીનું બંગાળના ઠાકુરનગર સાથે કનેક્શન
અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશનું ઓરકાંડી હરિચંદ્ર ઠાકુરનું જન્મસ્થળ છે. મતુઆ સમાજમાં હરિચંદ્ર ઠાકુરને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. ભારત પાકિસ્તાનના ભાગલા બાદ હરિચંદ્ર ઠાકુરનો પરિવાર ભારત આવી ગયો. હરિચંદ્ર ઠાકુરનો પરિવાર પશ્ચિમ બંગાળમાં રહેવા લાગ્યો અને ત્યારબાદ મતુઆ સંપ્રદાયની જવાબદારી હરિચંદ્ર ઠાકુરના પપૌત્ર પ્રથમ રંજન ઠાકુરે સંભાળી. 


Bengal: મતદાનના દિવસે કમળનું બટન દબાવજો એટલે મમતા બેનર્જીને કરંટ લાગશેઃ ગડકરી


પહેલીવાર રંજન ઠાકુરના પત્ની વીણાપાણી દેવીને મતુઆ સમાજમાં બોરોમાં કહેવામાં આવ્યા. જેનો અર્થ છે મોટી માં. બોરો માએ બાંગ્લાદેશ (Bangladesh) ની બોર્ડર પર ઠાકુરગંજ નામથી એક વસ્તી વસાવી અને ઠાકુરગંજમાં હરિચંદ્ર ઠાકુરનું ભવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું. ઠાકુરગંજ મંદિરમાં પણ મતુઆ સમાજની આસ્થા ઓરાકંડી જેવી જ છે. 


ઓરાકંડી મંદિર જઈ શકે છે પીએમ મોદી
જો પીએમ મોદી ઓરકંડી મંદિરમાં જઈને માથું ટેકવે તો આવું કરનારા તેઓ પહેલા ભારતીય પ્રધાનમંત્રી હશે. રાજનીતિના જાણકારો માને છે કે પીએમ મોદી બાંગ્લાદેશમાં મતુઆ સમુદાયની નસ સ્પર્શીને બંગાળમાં મતુઆ સમાજન મત ભાજપમાં કન્વર્ટ કરી શકે છે. 


26-27 માર્ચના રોજ બાંગ્લાદેશ જઈ રહ્યા છે પીએમ મોદી
નોંધનીય છે કે બંગાળમાં ચૂંટણી ઘમાસાણ વચ્ચે પીએમ મોદી 26-27 માર્ચના રોજ બાંગ્લાદેશના પ્રવાસે જઈ રહ્યા છે. કોવિડ મહામારી બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. પોતાના પ્રવાસમાં મોદી મતુઆ સમાજના ધર્મસ્થળોએ પણ જશે. જેમાં મતુઆ સમુદાયના ધર્મગુરુ હરિચંદ્ર ઠાકુરનું જન્મસ્થળ પણ સામેલ છે. 


PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે


બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેશે પીએમ મોદી
બાંગ્લાદેશની રચનાના 50 વર્ષ પૂરા થવાના અવસરે આયોજિત ભવ્ય સમારોહમાં ભાગ લેવા માટે પીએમ મોદી બાંગ્લાદેશ જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી શેખ હસીના સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા પણ કરશે અને ભારતની મદદથી ત્યાં શરૂ થનારા નવા પ્રોજેક્ટ્સની જાહેરાત પણ કરશે. 


અત્રે જણાવવાનું કે કોરોના કાળ બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વચ્ચે પીએમ મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ ઘણા અર્થમાં મહત્વનો છે. 27 માર્ચના રોજ પીએમ મોદી બાંગ્લાદેશના મતુઆ સમાજના ધર્મગુરુ હરિચંદ્ર ઠાકુરના જન્મસ્થળે જશે અને આ મુદાયના બીજા ધર્મસ્થળોની પણ મુલાકાત લેશે. 


70 વિધાનસભા બેઠકો પર અસર ધરાવે છે મતુઆ સમાજ
બાંગ્લાદેશ પ્રવાસમાં પીએેમ મોદીની સાથે મતુઆ સમાજના પ્રતિનિધિ અને ભાજપના સાંસદ શાંતનુ ઠાકુર પણ  હશે. શાંતનુ હરિચંદ્ર ઠાકુરના વંશજ છે. 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ બાંગ્લાદેશમાં પ્રચાર અભિયાન શરૂ કર્યું તો મતુઆ સંપ્રદાયના મઠમાં બોરોમાના આશીર્વાદ લીધા હતા. 


સૌથી મહત્વનું તથ્ય એ છે કે પશ્ચિમ બંગાળના રાજકારણમાં મતુઆ સમાજ ખુબ મહત્વનો છે. 3 કરોડની વસ્તીવાળો આ સમુદાય બંગાળની 70 વિધાનસભા સીટો પર અસર ધરાવે છે. મતુઆ સમાજ માટે સીએએ મોટો મુદ્દો છે કારણ કે નાગરિકતા કાયદા દ્વારા આ સમાજના અનેક લોકોને ભારતની નાગરિકતા મળવાની છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube