Bengal: મતદાનના દિવસે કમળનું બટન દબાવજો એટલે મમતા બેનર્જીને કરંટ લાગશેઃ ગડકરી
પશ્ચિમ બંગાળમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યુ કે, પોલિંગ બૂથ પર જાવ અને કમળનું બટન દબાવજો. મમતા બેનર્જીને એવો કરંટ લાગશે કે તે પોતાની ખુરશીથી બે ફૂટ ઉપર ઉઠી જશે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) ને લઈને બધી પાર્ટીઓ એકબીજા પર હુમલો કરી રહી છે. આ ક્રમમાં કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર મોટો હુમલો કર્યો છે. એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે, ચૂંટણી પરિણામના દિવસે સીએમ મમતા બેનર્જીને એવો કરંટ લાગશે કે તેઓ પોતાની ખુરશીથી બે ફૂટ ઉપર ઉઠી જશે. રેલીમાં આવેલા લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, બસ આ કરંટ લગાવી દો પછી જુઓ રાજ્યમાં વિકાસનો બલ્સ કેમ શરૂ થઈ જશે.
બંગાળના જોયેપુરમાં રેલીને સંબોધિત કરતા મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે, 'મતદાનના દિવસે સવારે ઉઠો. તમારા ઈસ્ટ દેવને યાદ કરો. પોલિંગ બૂથ પર જાવ અને કમળનું બટન દબાવો. એવો કરંટ લાગશે કે મમતા બેનર્જી પોતાની ખુરશીથી બે ફૂટ ઉપર ઉઠી જશે. બસ આ કરંટ લગાવી દો પછી જુઓ રાજ્યમાં વિકાસનો બલ્બ કેમ સળગે છે.'
#WATCH | "...Wake up in the morning on the day of polls. Remember your God. Go to polling centres and press the button of Lotus. Aisa current lagega ki Mamata ji apni kursi se 2 foot upar uth jaaegi...," Union Minister Nitin Gadkari says during a rally in West Bengal's Joypur pic.twitter.com/B1JfcjqTVV
— ANI (@ANI) March 3, 2021
રેલી દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું, '2 મેએ પરિવર્તન થશે. રાજ્યમાં કમળ જીતશે. ભારતીય જનતા પાર્ટીને બહુમત મળશે. ત્રણ મેએ અમારા નેતાની પસંદગી થશે. 4 મેએ ભાજપના મુખ્યમંત્રી શપથ લેશે. તેને કોઈ રોકી શકશે નહીં.'
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, આ ચૂંટણી ભાજપ, ટીએમસી, કોંગ્રેસ, સીપીએમના ભવિષ્ય વિશે નથી અને ન પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાહુલ ગાંધી કે મમતા બેનર્જીના ભવિષ્ય વિશે. આ ચૂંટણી બંગાળના લોકોના ભવિષ્યને લઈને છે. અમે બંગળની છબી બગાડવા ઈચ્છીએ છીએ અને ભારતને વિશ્વમાં મહાશક્તિ બનાવવા ઈચ્છીએ છીએ.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં થવાની છે. આ વખતે પ્રથમ તબક્કા માટે 27 માર્ચ અને અંતિમ તબક્કા માટે મતદાન 29 એપ્રિલે થશે. મતગણના 2 મેએ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે