નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) વચ્ચે મહાબલીપુરમમાં (Mahabalipuram) મુલાકાત થઇ. આ મહામિલન દરમિયાન વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે સંરક્ષણ, વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઇ. વિશ્વનાં બે દિગ્ગજ દેશો દેશની વચ્ચે નવી શરૂઆત થઇ છે. જાણો ચીનને ભારતનો સાથ કયા કારણથી ઇચ્છે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ શી જિનપિંગની ડિનર ડિપ્લોમસી, સંરક્ષણ-વેપાર અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા
વિશ્વની સૌથી મોટી લોકશાહાી ભારત નવી ગ્લોબલ શક્તિ બનીને ઉભર્યું છે. ભારતના અમેરિકા, રશિયા સહિત તમામ દેશો સાથે સારા સંબંધો, મિત્રતા ફાયદાકારક થશે. ચીન અને અન્ય દેશોની વચ્ચે વિવાદની સ્થિતીમાં ભારત મધ્યસ્થ બની શકે છે. અમેરિકા સાથે ટ્રેડ વોર થયા બાદ ભારત સાથે મિત્રતાની ચીનને જરૂર છે. ભારત એક મોટુ બજાર છે. ચીનનું 7મું સૌથી મોટો નિકાસ ભારતમાં થાય છે. તિબેટ સાથે ચાલી રહેલા સીમા વિવાદમાં ભારત મહત્વની ભુમિકા નિભાવી શખે છે. સાઉથ ચાઇના સીમાં અમેરિકા સાથે ચીનનો ગતિરોધ ભારત અટકાવી શકે છે.


નવી મુલાકાત, નવી શરૂઆત: PM મોદી- જિનપિંગની મુલાકાતથી પાકિસ્તાન ગભરાયું
CM ફડણવીસ દુર્ઘટનાથી માંડ માંડ બચ્યા, કિચડમાં ફસાયું હેલિકોપ્ટર
ભારતને ચીન સાથે શા માટે જોઇએ ?
UNSC માં ચીન સ્થાયી સભ્ય, એનએસજીના સભ્યો માટે ચીનની સાથે જરૂરી છે. યુએનમાં પાકિસ્તાનના એજન્ડાને ખતમ કરવામાં ચીન મદદગાર બની શકે છે. ચીન, ભારતનું સૌથી શક્તિશાળી પાડોશી છે. સૈન્ય ક્ષમતા ખુબ જ મજબુત છે. ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ચીન ભારતમાં પણ રોકાણ કરે છે. વ્યાપારિક સંબંધ મહત્વનાં છે. ભારત વાર્ષિક 5 લાખ કરોડનાં સમાનું આયાત કરે છે.


'મહાબલી' પુરમમાં બંન્ને રાષ્ટ્રાધ્યક્ષો ખુબ જ હળવાશનાં મુડમાં જોવા મળ્યાં
ભારત ચીન વ્યાપારનાં મહત્વનાં તથ્યો
- ચીનમાં બનેલી વસ્તુઓનું 7મું સૌથી મોટુ બજાર છે. 
- ભારત નિર્મિત વસ્તુઓનું 27મું સૌથી મોટુ માર્કેટ ચીન છે. 
- ભારત ચીનને કપાસ, તાંબુ, હીરા, કિંમતી પથ્થર નિકાસ કરે છે. 
- ચીન સાથે ભારત મશીનરી, મોબાઇલ, વિજળી ઉપકરણ, ઉર્વરકનું આયાત કરે છે. 
- ડિસેમ્બર 2017 સુધી ભારતમાં ચીનનું રોકાણ 4.747 બિલિયન ડોલર છે. 
- ચીનમાં સપ્ટેમ્બર 2017 સુધી ભારતનું રોકાણ 851.91 મિલિયન ડોલર છે. 
- ચીનના બજારમાં અનેક ભારતીય કંપનીઓ વ્યાપાર કરતી રહે છે. 
- ભારતમાં 100થી વધારે ચીનની મોટી કંપનીઓની ઓફીસ છે.