સરકારી વિભાગોની જેમ ચલાવવામાં આવતા હતા હથિયારોના કારખાના, હવે તૂટી રહ્યાં છે બંધનોઃ પીએમ મોદી
AatmaNirbhar Bharat in defence manufacturing: PM નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, અત્યાર સુધી હથિયારોના કારખાનાને સરકારી વિભાગોની જેમ ચલાવવામાં આવતા હતા.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરૂવારે 'ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર ભારત' વિષય પર આયોજીત વેબિનારમાં સંબોધન કરતા કહ્યુ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમારો પ્રયાસ છે કે ડિફેન્સ મેન્યુફેક્ટરિંગમાં બંધનોને તોડવામાં આવે. આ દરમિયાન ભારતમાં રક્ષા ઉત્પાદન સાથે જોડાયેલા સ્ટેક હોલ્ડર્સ પણ હાજર રહ્યાં હતા.
પીએમ મોદીએ કહ્યુ, 'છેલ્લા કેટલાક વર્ષોમાં અમારો પ્રયાસ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા બંધનોને તોડવાનો છે. અમારો ઉદ્દેશ્ય છે કે ભારતમાં જ ઉત્પાદન વધે, નવી ટેકનિક ભારતમાં વિકસિત થાય અને ખાનગી સેક્ટરનો આ ક્ષેત્રમાં વધુ વિસ્તાર થાય, તે માટે અમે મહત્વના પગલાં ભર્યા છે.' તેમણે કહ્યું કે, આજે અહીં થઈ રહેલા મંથનથી જે પરિણામ મળશે, તેનાથી આત્મનિર્ભરતાના આપણા પ્રયાગને ગતિ મળશે.
અત્યાર સુધી હતું સીમિત વિઝન
પીએમે કહ્યું કે, દાયકાઓથી ઓર્ડનન્સ ફેક્ટરીઝને સરકારી વિભાગોની જેમ ચલાવવામાં આવતી હતી. તેમણે કહ્યું કે, એક સીમિત વિઝનને કારણે દેશને નુકસાન થયું, સાથે ત્યાં કામ કરનારા મહેનતી, અનુભવી અને કુશલ શ્રમિક વર્ગને પણ ખુબ નુકસાન થયું છે.
JEE, NEET Exam : શિક્ષા મંત્રી બોલ્યા- વિદ્યાર્થીઓ ઈચ્છે છે પરીક્ષા, કારણ વગર થઈ રહી છે રાજનીતિ
આત્મનિર્ભર ભારતને સમર્થન આપવા માટે દ્રઢ છે ભારતીય સેનાઃ સીડીએસ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યુ કે, ભારતે કોરોના વાયરસનો જે રીતે મુલાબલો કર્યો, તેનાથી આવી કોઈપણ અનપેક્ષિત ઘટનાને દૂર કરવાની આપણી મજબૂત ક્ષમતા દેખાડી છે. તેમણે કહ્યું કે, ભારત આજે ઘણા પડકાર અને ખતરાનો સામનો કરી રહ્યું છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube