નવી દિલ્હી: કેન્દ્ર સરકારની યોજનાઓનો જમીન સ્તરે સામાન્ય લોકોને કેટલો ફાયદો થયો છે તેની જાણકારી લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો. પીએમ મોદી દેશના તમામ ભાગોના ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતાં અને વિભન્ન મુદ્દાઓ પર વાત કરી. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિત અને તેમની આવક વધારવા માટે કઈ યોજનાઓ  પર કામ થઈ રહ્યું છે તેની પણ પીએમ મોદીએ જાણકારી આપી. નરેન્દ્ર મોદી એપ દ્વારા દેશભરના ખેડૂતોને કરેલા સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ સરકાર ખેડૂતો માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. અમે નક્કી કર્યું  છે કે 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધવાનું છે. ખેડૂતોને સાથે લઈને આગળ વધવું, સરકારની જૂની નીતિઓને બદલીને આગળ વધારવાની છે. ખેડૂતો આપણા અન્નદાતા છે. તેઓ આપણને ભોજન આપે છે, પશુઓને ચારો આપે છે અને તમામ ઉદ્યોગોને કાચો માલ પણ આપે છે. દેશની ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો પૂરેપૂરો શ્રેય આપણા ખેડૂત ભાઈઓ અને બહેનોને જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે જ્યારે અમે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી તો અનેક લોકોએ તેની મજાક ઉડાવી. પરંતુ અમને ખેડૂતો પર ભરોરો હતો. મને ખબર હતી કે જો તેમના માટે કઈંક સારું કરવામાં આવે તો દેશના ખેડૂતો કોઈ પણ જોખમ ઉઠાવવા માટે તૈયાર છે. ખેડૂતોને સાથે લઈને આગળ ચાલવાની દિશામાં સરકાર સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે અમે કૃષિ માટેનું બજેટ  121,000 કરોડથી વધારીને 2,12,000 કરોડ રૂપિયા કર્યું. અમે બજેટમાં જાહેરાત કરી કે એમએસપીની ખર્ચથી ઓછામાં ઓછું દોઢ ગણું કરવામાં આવે.


પીએમ મોદીએ કહ્યું કે સરકાર આ ચાર પોઈન્ટ પર કામ કરી રહી છે.
1. ખેડૂતોને કાચા માલ પર જે ખર્ચ આવે છે, તે ઓછો કઈ રીતે થાય.
2. પાકનું યોગ્ય મૂલ્ય કેવી રીતે મળે.
3. પાકની બરબાદી કેવી રીતે અટકે.
4. ખેડૂતો ઉપરાંત ખેડૂતોની આવક માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા બહાર થાય.


કેન્દ્રમાં 4 વર્ષ પૂરા થયા બાદ શરૂ થયો છે સંવાદનો સીલસીલો
કેન્દ્રમાં સત્તામાં 4 વર્ષ પૂરા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજના વિભિન્ન વર્ગના લોકો સાથે ક્યારેક રેડિયો, ક્યારેક ફોન તો ક્યારેક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરવાનો સિલસિલો શરૂ કર્યો છે. ખેડૂતો સાથે આજે થનારો સંવાદ આ જ કડીનો એક ભાગ છે.


પીએમ મોદી અને ખેડૂતો સાથે થનારા આ સંવાદ અંગે જાણકારી આપતા કૃષિ મંત્રી રાધામોહન સિંહે કહ્યું કે આ પહેલીવાર બનશે જ્યારે દેશના કોઈ વડાપ્રધાન ખેડૂતો સાથે સીધી વાત કરશે. તેમણે જણાવ્યું કે આ સંવાદમાં વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા વિભિન્ન પગલાં પર ચર્ચા થશે. નિવેદન મુજબ મોદી આજે સવારે સાડા નવ વાગે ખેડૂતો સાથે ચર્ચા શરૂ કરશે.