નવી દિલ્હી: હિન્દુસ્તાનના દુશ્મનો માટે એક એવી જાણકારી સામે આવી છે જેના વિશે જાણીને ચીન (China) અને પાકિસ્તાન (Pakistan)ના હાજા ગગડી જશે. ભારત પાસે જો F-35ની ખેપ પહોંચી જશે તો દુશ્મનોની હવા ટાઈટ થઈ જશે. અમેરિકાની સેનેટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે મુજબ ભારતને ફાઈટર વિમાન એફ-35 આપી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીનો કૂટનીતિક 'માસ્ટર સ્ટ્રોક'
આ બિલનું પાસ થવું એટલા માટે પણ મહત્વનું છે કારણ કે અમેરિકા (America) એ ભારત સામે F-22 અને F-35  આપવા માટે એવી શરત મૂકી હતી કે તે રશિયા સાથે S-400 ની ડીલ રદ કરશે તો જ તેને આ વિમાનો મળશે. પરંતુ પીએમ મોદી પોતાના નિર્ણય પર અડગ રહ્યાં અને રશિયા સાથેની ડીલ કેન્સલ કરી નહીં. હવે અમેરિકાની સેનેટે એક બિલ પાસ કરી લીધુ છે જે મુજબ ભારતને આ F-22 અને F-35 ફાઈટર વિમાનો આપી શકાશે. અર્થ સ્પષ્ટ છે કે તે પીએમ મોદીનો માસ્ટર સ્ટ્રોક છે. રશિયા સાથે ડીલ કેન્સલ પણ ન થઈ અને ડાનાલ્ડ ટ્રમ્પ રાજી પણ થયા. 


ફાઈટર વિમાન F-35 વિશે જાણો
અમે તમને લોકહીડ માર્ટિન F-35 સંદર્ભે કેટલીક ખાસ વાતો સમજાવીએ છીએ. જેને જાણીને તમે આ ફાઈટર વિમાનની તાકાત અંગે અંદાજો લગાવી શકશો. તેના વિશે જાણીને હિન્દુસ્તાનના દુશ્મનોના હોશ ઉડી જશે તે વાત ચોક્કસ છે. ખાસ કરીને ચીનને સમજમાં આવી જશે કે આ ડીલ બાદ ભારતીય વાયુસેના સામે ચીનની વાયુસેના વામણી બની જશે. 


ફાઈટર જેટ F=35નું નિર્માણ અમેરિકી કંપની લોકહીડ માર્ટિને કર્યું છે. જેની એક કે બે નહીં પણ અનેક વિશેષતાઓ છે. તમને એક એક કરીને તેની વિશેષતાઓ વિશે પરિચિત કરાવીએ છીએ. 


1. દુશ્મનના રડારને ચકમો આપી શકે છે
F-35ની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ફાઈટર વિમાન દુશ્મનોના રડારને ખુબ સરળતાથી ચકમો આપી શકે છે. સુપરસોનિક સ્પીડથી ઉડતા આ ફાઈટર જેટને દુશ્મનોના રડાર પકડી શકશે નહીં. તેનો આકાર અને ફાઈબર મેટ જ તેનુ કારણ છે કે તે રડારથી અદ્રશ્ય થઈ જાય છે. 


2. સિંગલ સીટ અને સિંગલ એન્જિનવાળુ ફાઈટર પ્લેન
લોકહિડ માર્ટિન દ્વારા બનાવવામાં આવેલા આ ફાઈટર જેટની અન્ય એક ખાસિયત એ છે કે તે એક સિંગલ સીટ અને સિંગલ એન્જિનવાળુ ફાઈટર જેટ છે જેના અનેક ફાયદા છે. 


3. કોઈ પણ ઋતુમાં ભરી શકે છે ઉડાણ
આ ફાઈટર જેટને એક મોટી વિશેષતા એ છે કે તે કોઈ પણ ઋતુ એટલેકે હવામાનમાં ઉડાણ ભરી શકે છે અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે છે. પાંચમી જનરેશનના આ ફાઈટર જેટની આ ખુબી અનેક સ્થિતિમાં કારગર ભૂમિકા ભજવી શકે છે. 


4. હવાથી હવામાં અને જમીન પર માર કરનારી મિસાઈલ
F-35ની એક સૌથી ખાસ વાત એ છે કે આ ફાઈટર વિમાન મશીનરી વેપન, મશીનગનની સાથે સાથે હવાથી હવામાં અને જમીન પર માર કરવામાં સક્ષમ છે. આ ખુબી તેને એકદમ અલગ બનાવે છે. 


5. 910 કિલોના 6 બોમ્બ લઈ જવામાં સક્ષમ છે F-35
ફાઈટર જેટ F-35 અંગે એક મોટી જાણકારી કે ખાસિયત એ છે કે આ વિમાન 910 કિલોના 6 બોમ્બ લઈને ઉડવામાં સક્ષમ છે. 


6. 1930કિમી પ્રતિ કલાકની ઝડપથી ભરી શકે છે ઉડાણ
યુદ્ધના મેદાનમાં ઝડપ સૌથી મહત્વની હોય છે. તોફાનની જેમ ઝડપનો સિકંદર એવું આ ફાઈટર વિમાન પ્રતિ કલાકે 1930 કિમીની ઝડપે ઉડાણ ભરી શકે છે. 


7. દુશ્મનોના છક્કા છોડાવવામાં સફળ રહેશે આ વિમાન
આ ફાઈટર જેટને એવી રીતે ડિઝાઈન કરાયું છે કે દરેક રીતે દુશ્મનોને ધૂળ ચટાડી શકે છે. દુશ્મનોના છક્કા છોડાવવામાં એક્સપર્ટ પાંચમી પેઢીના આ ફાઈટર વિમાન F-35ને સ્ટીલ બોડીથી ડિઝાઈન કરાયુ છે. 


8. કન્વેન્શન ટેકઓફ અને લેન્ડિંગ કરી શકે
કન્વેન્શન ટેકઓફ અને લેન્ડિંગ કરી શકે તેવું આ ફાઈટર વિમાન છે. આ શોર્ટ ટેક ઓફ એન્ડ વર્ટિકલ લેન્ડિંગ (એસટી ઓવીલ) પણ કરી શકે છે. એક ખાસ વાત એ છે કે F-35ને અમેરિકી મરીન કોર માટે ડિઝાઈન કરાયું હતું. 


9. પાકિસ્તાનની વાયુસેનાને જડબાતોડ જવાબ મળશે
F-35 ફાઈટર વિમાન પોતાની તાકાતથી ચીન અને પાકિસ્તાનની હવા ટાઈટ કરી શકે છે. ખાસ કરીને આ બંને દેશોની વાયુસેનાને જડબાતોડ જવાબ આપવામાં આ ફાઈટર વિમાન કારગર સાબિત થઈ શકે છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube