નવી દિલ્હી : દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનાં વિમાનમાં હવે અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લાગશે. આ વિમાનોને એર ઇન્ડિયાનાં પાયલોટ નહી પરંતુ વાયુસેનાના પાયલોટ ઉડાવશે. સરકારી વિમાનન કંપની એર ઇન્ડિયા ભારતીય વાયુસેના (IAF)ના પાયલોટને નવા બોઇંગ 777 ઉડ્યન માટેની ટ્રેનિંગ પણ આપી રહ્યા છે. વડાપ્રધાન નરેનદ્ર મોદી સહિત દેશની ટૉપ લીડરશિપ જુલાઇ 2020થી બી 777 વિમાનથી જ યાત્રા કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાહિત્ય નોબલ : 2018નું પોલેન્ડની ઓલ્ગા, 2019નું ઓસ્ટ્રેલિયન પીટરને સન્માન
અમેરિકી પ્લાંટમાં તૈયાર થઇ રહેલ અમેરિકી બી777 વિમાન લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટર્સ મેજર્સ (LAIRCM) અને સેલ્ફ પ્રોટેક્શન સૂઇટ્સથી લેસ થશે. આ વિમાન જુલાઇ 2020માં ભારત આવી જશે. એવું પહેલીવાર થશે જ્યારે ટોપ ડિગ્નિટરીઝને લાવવા લઇ જનારા એર ઇન્ડિયા વનના પાયલોટ્સ એર ઇન્ડિયા નહી હોય. આ વિમાનોનાં પાયલોટ્સ બદલવામાં આવતા રહે છે, પરંતુ મેઇન્ટેન્સ ટીમ એર ઇન્ડિયા એન્જીનિયરિંગ સર્વિસ લિ. (LIESL) ની રહેશે. સાથે જ વિમાનની અંદર હાલની જેમ જ એર ઇન્ડિયા ક્રુ જ સર્વિસ આપશે.


370 હટાવવાનો વિરોધ કરનાર અંગ્રેજ સાંસદ સાથે કોંગ્રેસી નેતાઓની મુલાકાત બાદ વિવાદ
Jio ના નિર્ણયથી જનતા નાખુશ, ટ્વિટર પર ટ્રેંડ થયું #BoycottJio
ટ્રેનિંગ લઇ રહ્યા છે વાયુસેનાના પાયલોટ્સ
હાલ બી777 વિમાનોને ઉડ્યનની ટ્રેનિંગ પ્રાપ્ત એર ઇન્ડિયા પાયલોટ્ટસ વાયુસેનાના પાયલોટને મુંબઇનાં ક્લીના ટ્રેનિંગ સેંટરમાં ટ્રેનિંગ આપી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, બી777 વિમાનો માટે વાયુસેનાનાં 4-6 પાયલોટને એર ઇન્ડિયા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. વાયુસેનાનાં કેટલાક અન્ય પાયલોટ્સને પણ ઝડપથી ટ્રેનિંગ આપવામાં આવશે.


જાન્યુઆરીમાં થશે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ફેબ્રુઆરીમાં થશે મતદાનઃ સૂત્ર
આ કારણે વાયુસેના પાયલોટ્સની ટ્રેનિંગ જરૂરી
એર ઇન્ડિયાનાં કે સીનિયર અધિકારીએ જણાવ્યું કે, વાયુસેનાના પાયલોટ ટ્રેનિંગ આપે છે પરંતુ તેઓ ફાઇટર વિમાન અથવા વાયુસેનાનાં કેટલાક ખાસ વિમાનની ઉડ્યનમાં જ નિષ્ણાંત હોય છે. નવા બોઇંગ 777 વિમાન જેનો ઉપયોગ વીવીઆઇપીની યાત્રા માટે લેવામાં આવ્યું હશે, આ એક કોમર્શિયલ પ્રકારનું એરક્રાફ્ટ છે. આ કારણથી ભારતીય વાયુસેનાનાં પાયલોટને કોમર્શિયલ એરક્રાફ્ટની ટ્રેનિંગ લેવી પડી રહી છે.


કો-ઓપરેટિવ બેન્કના નિયમોમાં શિયાળુ સત્રમાં ફેરફાર શક્યઃ નિર્મલા સિતારમણ
નવા વિમાનોનો કોમર્શિયલ ઉપયોગ નહી થાય
હાલ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ માટે એર ઇન્ડિયાની પાસે બોઇંગ 747 વિમાન છે. આ વિમાનને એર ઇન્ડિયા વન નામ આપવામાં આવ્યું છે. તેને એર ઇન્ડિયાના પાયલોટ જ ઉડાવે છે. જ્યારે બી 747 વિમાન ગણમાન્ય વ્યક્તિ માટે ઉડ્યન નથી કરતું ત્યારે એર ઇન્ડિયા તેનો ઉપયોગ કોમર્શિયલ ઉપયોગ માટે કરે છે. જો કે જુલાઇ 2020થીઆ વીવીઆઇપી માટે બે બ્રાન્ડ ન્યૂ બોઇંગ 777નો ઉપયોગ થશે. નવા વિમાનનો ઉપયોગ માત્ર ગણમાન્ય વ્યક્તિઓની યાત્રા માટે કરવામાં આવશે.