Joe Biden એ ભારત માટે આપ્યું પહેલવહેલું નિવેદન, PM મોદી વિશે કરી મોટી વાત
અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) કહ્યું કે તેઓ કોવિડ-19 મહામારીમાંથી બહાર આવવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને પાટા પર લાગવવા માટે પગલાં ભરવા અને એક સુરક્ષિત તથા સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને જાળવી રાખવા સહિત તમામ સંયુક્ત વૈશ્વિક પડકારોને પહોંચી વળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.
વોશિંગ્ટન: અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) કહ્યું કે તેઓ કોવિડ-19 મહામારીમાંથી બહાર આવવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને પાટા પર લાગવવા માટે પગલાં ભરવા અને એક સુરક્ષિત તથા સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને જાળવી રાખવા સહિત તમામ સંયુક્ત વૈશ્વિક પડકારોને પહોંચી વળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.
PM મોદીએ US President-elect જો બાઈડેન સાથે આ મુદ્દાઓ પર કરી વાત
બાઈડેનના સત્તા હસ્તાંતરણ દળે આ જાણકારી આપી. દેશમાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી.
બાઈડેન અને કમલા હેરિસના સત્તા હસ્તાંતરણ દળે જણાવ્યું કે નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'તેઓ કોવિડ-19 મહામારીથી બહાર આવવા અને ભવિષ્યમાં આવનારા સ્વાસ્થ્ય સંકટોથી બચવાની તૈયારી કરવા, જળવાયુ પરિવર્તનના જોખમને પહોંચી વળવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને પુર્નબહાલી માટે પગલાં ભરવા, દેશમાં તથા વિદેશોમાં લોકતંત્રને મજબૂત કરવા તથા એક સુરક્ષિત અને સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને જાળવી રાખવા સહિતના તમામ સંયુક્ત વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.'
બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત બાદ બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ બાઈડેને મોદીની શુભેચ્છાઓ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો અને દક્ષિણ એશિયાઈ મૂળના પહેલા ઉપરાષ્ટ્રપતિ સાથે મળીને અમેરિકા અને ભારત વચ્ચે રણનીતિક ભાગીદારીને ગાઢ કરવા અને તેને વિસ્તાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube