નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિભિન્ન રાજકીય પક્ષો અને ટોચના કેન્દ્રીય મંત્રીઓ તથા નેતાઓ સાથે સર્વપક્ષીય બેઠક યોજી. બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે કોરોનાની રસી આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે. આ સાથે જ તેમણે કહ્યું કે દુનિયાભરના દેશ રસીને લઈને ભારત તરફ મીટ માડીને બેઠા છે. પીએમ મોદીએ કોરોના વાયરસ રસી અંગે તમામ પક્ષોના નેતાઓને દરેક અપડેટ આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ખાસ સોફ્ટવેર તૈયાર કરાયું
પીએમ મોદીએ કહ્યું કે રસીના સ્ટોક અને રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન માટે એક ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. કોવિડનું રસીકરણ અભિયાન વ્યાપક સ્તરે થશે. તેમણે કહ્યું કે આવા અભિયાનો વિરુદ્ધ અફવાઓ ફેલાવવામાં આવે છે. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે તેઓ લોકોને રસી અંગે જાગૃત કરે. પીએમ મોદીએ કહ્યું કે એક્સપર્ટ માને છે કે આગામી કેટલાક અઠવાડિયામાં કોવિડ રસી તૈયાર થઈ જશે. 


રસી માટે બહુ રાહ નહીં જોવી પડે
બેઠક બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે લગભગ 8 એવી સંભવિત રસી છે જે ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે અને જેનું ઉત્પાદન ભારતમાં જ થવાનું છે. ભારતની પોતાની 3 રસીની ટ્રાયલ અલગ અલગ તબક્કામાં છે. વિશેષજ્ઞો એ માની રહ્યા છે કે રસી માટે બહુ વધુ રાહ જોવી નહીં પડે. જેવું વૈજ્ઞાનિકો આપણને ગ્રીન સિગ્નલ આપશે કે ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થઈ જશે. 


દુનિયાની નજર ભારત પર
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે કોરોના રસીને લઈને આખી દુનિયાની નજર ભારત પર ટકેલી છે. તેમણે કહ્યું કે હાલ અન્ય દેસોની અનેક રસીઓના નામ આપણે બજારમાં સાંભળી રહ્યા છીએ, પરંતુ દુનિયાની નજર ઓછી કિંમતવાળી, સૌથી સુરક્ષિત રસી પર છે અને તેના માટે સમગ્ર દુનિયાની નજર ભારત ઉપર પણ છે. 


ચર્ચામાં જોવા મળ્યો વિશ્વાસ
બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે કોરોના રસીને લઈને જે વિશ્વાસ આ ચર્ચામાં જોવા મળ્યો છે તે કોરોના વિરુદ્ધ આપણી લડતને વધુ મજબૂત કરશે. આ અંગે તાજેતરમાં મારી મુખ્યમંત્રીઓ સાથે વાત થઈ હતી. રસીકરણને લઈને રાજ્ય સરકારો પાસેથી અનેક સૂચનો પણ મળ્યા હતા. 


પીએમ મોદીએ તમામ પાર્ટીઓને કરી આ અપીલ
બેઠક દરમિયાન પીએમ મોદીએ રાજકીય પક્ષોને કહ્યું કે આપણે કોશિશ કરવી જોઈએ કે રસીકરણ દરમિયાન અફવા ન ફેલાય. તેમણે કહ્યું કે આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે રસીકરણ દરમિયાન જરાય અફવા ન ફેલાય, એવી અફવાઓ જે દેશવિરોધી અને માનવ વિરોધી છે. આ પ્રકારે, તમામ રાજકીય પક્ષોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણે તમામ ભારતીયોને આ પ્રકારની અફવાઓથી બચાવીએ.


રાજ્યો સાથે ચર્ચા બાદ રસીની કિંમત પર નિર્ણય
બેઠક બાદ પીએમ મોદીએ એમ પણ જણાવ્યું કે રસી સૌથી પહેલા કોને અપાશે. આ સાથે તેમણે કહ્યું કે રસીના વિતરણને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને કામ કરી રહી છે. રસીની કિંમત અંગે તેમણે કઈ સ્પષ્ટ ન કહ્યું પરંતુ સંકેત જરૂર આપ્યો કે તેમાં સબસિડી આપવામાં આવશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રસીની કિંમત અંગે રાજ્ય સરકારો સાથે વાતચીત કરી રહી છે. રસીની કિંમત અંગે નિર્ણય જન સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કરાશે. રાજ્ય સરકારોની તેમા પૂરેપૂરી સહભાગિતા રહેશે. 


પહેલા કોને અપાશે રસી?
પીએમ મોદીએ કહ્યું કે પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધો તથા ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને રસી અપાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો રસીના વિતરણ પર ઝડપથી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ભારત પાસે માત્ર રસીકરણમાં વિશેષજ્ઞતા જ નહીં પરંતુ ક્ષમતા પણ છે. 
 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube