નવી દિલ્હી:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 'મન કી બાત  દ્વારા દેશને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશ એક સાથે અનેક આફતો સામે લડી રહ્યો છે. કોરોના, તોફાન, તીડનું આક્રમણ અને પાડોશી દેશના પડકારો સહિત દેશ અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે. તેમણે સાથે એમ પણ કહ્યું કે આ વર્ષે અનેક પડકારો આવ્યાં પરંતુ તેના કારણે આ વર્ષ ખરાબ છે તેમ ન માનવું. ભારતનો ઈતિહાસ જ આફતો અને પડકારો પર જીત મેળવીને, વધુ નીખરવાનો રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે "આ બધા વચ્ચે આપણા કેટલાક પાડોશીઓ દ્વારા જે થઈ રહ્યું છે, દેશ તે પડકારોને પણ પહોંચી રહ્યો છે. ખરેખર, એક સાથે આટલી આફતો, આ સ્તરની આફતો, ખુબ જ ઓછું જોવા અને સાંભળવા મળે છે." તેમણે કહ્યું કે "હજુ થોડા દિવસ પહેલા દેશના પૂર્વ છેડે અમ્ફાન તોફાન આવ્યું. તો પશ્ચિમ છેડે નિસર્ગ તોફાન આવ્યું. અનેક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઈ બહેનો તીડના આક્રમણથી પરેશાન છે. દેશના અનેક ભાગોમાં નાના મોટા ભૂકંપ અટકવાનું નામ લેતા નથી." 


પીએમ મોદીએ કહ્યું કે "ભારત મિત્રતા દેખાડવાનું જાણે છે તો આંખમાં આં નાખીને જવાબ આપવાનું પણ જાણે છે. આપણને આપણા વીરો પર ગર્વ છે." તેમણે કહ્યું કે સેંકડો વર્ષો સુધી અલગ અલગ આક્રાંતાઓએ ભારત પર હુમલો કર્યો, લોકોને લાગતું હતું કે ભારતની સંરચના જ નષ્ટ થઈ જશે પણ આ સંકટોમાંથી પસાર થઈને ભારત વધુ ભવ્ય થઈને સામે આવ્યું. 


તેમણે કહ્યું કે 'ભારતમાં જ્યાં એક બાજુ નાના મોટા સંકટો આવતા ગયા ત્યાં બધી બાધાઓને દૂર કરતા કરતા અનેક સર્જન પણ થયાં. નવા સાહિત્ય રચાયા, નવા અનુસંધાન થયા, નવા સિદ્ધાંત આવ્યાં, એટલે સંકટ દરમિયાન પણ આપણે દરેક ક્ષેત્રે સર્જનની પ્રક્રિયા ચાલુ રહી અને આપણી સંસ્કૃતિ પુષ્પિત અને પલ્લવિત થતી રહી.' 


તેમણે કહ્યું કે 'આ વર્ષે દેશ નવા લક્ષ્યાંક મેળવશે. નવી ઉડાણ ભરશે. નવી ઊંચાઈઓને આંબશે. મને પૂરો વિશ્વાસ 130 કરોડ દેશવાસીઓની શક્તિ પર છે, તમારા બધા પર છે. આ દેશની મહાન પરંપરા પર છે.' 


પ્રધાનમંત્રીએ કહ્યું કે 'ભારતે જે રીતે મુશ્કેલ સમયમાં દુનિયાને મદદ કરી, તેણે આજે શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધુ મજબુત કરી છે. દુનિયાએ ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને મહેસૂસ કરી છે. પોતાના સાર્વભૌમત્વ અને સરહદોની રક્ષા કરવા માટે ભારતની તાકાત અને ભારતના કમિટમેન્ટને જોયા છે.' 


જુઓ VIDEO

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube