PM Modi એ પાર્ટી સાંસદોને આપ્યો કડક સંદેશ, કહ્યું- `મેં એક પણ રજા લીધી નથી`
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસદીય દળની બેઠકને સંબોધિત કરી અને પાર્ટીના સાંસદોને પોતાનો સંદેશો આપ્યો.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસદીય દળની બેઠકને સંબોધિત કરી અને પાર્ટીના સાંસદોને પોતાનો સંદેશો આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું જ્યારે મુખ્યમંત્રી હતો અને પીએમ છું તે દરમિયાન એક પણ રજા લીધી નથી. જે પણ કામ કર્યું છે તે ઈતિહાસ બનશે. અત્રે જણાવવાનું કે નરેન્દ્ર મોદી વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને 26 મે 2014ના રોજ તેમણે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા.
પીએમએ હાજરી અંગે પહેલા પણ આપ્યો હતો કડક સંદેશ
નરેન્દ્ર મોદીએ આ અગાઉ પણ સંસદમાં હાજરીને લઈને સાંસદોને કડક સંદેશ આપ્યો હતો. 10 માર્ચના રોજ થયેલી સંસદીય દળની બેઠકમાં પણ પીએમ મોદીએ સાંસદોને શીખામણ આપી હતી અને કહ્યું હતું કે તમામ સાંસદોએ સત્ર દરમિયાન સદનની અંદર હાજર રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે પાર્ટીના સાંસદોને સદનમાં હાજરી અંગે વારંવાર યાદ કરાવવું પડે તે જરાય યોગ્ય નથી. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી દ્વારા સંસદમાં ભાજપના સાંસદોની ઉપસ્થિતિની જરૂરિયાતનો ઉલ્લેખ કરાયા બાદ પીએમ મોદીએ પાર્ટી સાંસદોને કડક સંદેશ આપ્યો.
ભાજપ સાંસદના નિધન બાદ ટળી હતી બેઠક
આ અગાઉ ભાજપની સંસદીય દળની બેઠક 17 માર્ચે થવાની હતી પરંતુ હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામ સ્વરૂપ શર્માના નિધાનના કારણે તે વખતે બેઠક રદ કરાઈ હતી. રામ સ્વરૂપ શર્માએ કથિત રીતે 17 માર્ચના રોજ દિલ્હી ખાતે ગોમતી એપાર્ટમેન્ટમાં તેમના ફ્લેટમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
PICS: બાબા રામદેવના આશ્રમમાં યોગ શીખવા ગયેલી અભિનેત્રીને વિધાયક જોડે પ્રેમ થઈ ગયો, રસપ્રદ લવસ્ટોરી
Loan Moratorium: સુપ્રીમનો ચુકાદો- સંપૂર્ણ વ્યાજમાફી નહીં મળે, કમ્પાઉન્ડ વ્યાજ થશે રિફંડ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube