નવી દિલ્હી : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ રવિવારે કહ્યું કે, આ એકદમ સ્પષ્ટ છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ હારી રહી છે કારણ કે લોકો આક્રોષીત અને વ્યથીત છે અને તેઓ મતદાન દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરશે. પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે,તે સ્પષ્ટ છે કે ભાજપ સરકાર જઇ રહી છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, લોકોની અંદર ગુસ્સો છે અને તેઓ પરેશાન છે. મોદીજી તેમના મુદ્દા પર વાત કરવાનાં બદલે આમ તેમ વાતો કરી રહ્યા છે. હવે લોકો મતદાન દ્વારા આ સરકારની વિરુદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કરશે. તેમણે કહ્યું કે, એવું ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંબામાં બોલ્યા અમિત શાહ: ફરી વખત સત્તામાં આવી ભાજપ તો દૂર કરી દઇશું કલમ 370

યુપીની જનતા ભાજપથી ખુબ જ નારાજ છે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળ રવિવારે મતદાન કર્યું. તેમણે દાવો કર્યો કે, આ વખતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તામાંથી બેદખલ થઇ જશે. કોંગ્રેસ નેતા અને તેમના પતિ રોબર્ટ વાડ્રાએ મધ્ય દિલ્હીનાં લોધી એસ્ટેટ ક્ષેત્રમાં સરદાર પટેલ વિદ્યાલયમાં પોતાનાં મતાધિકારનો પ્રયોગ કર્યો. ત્યાર બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, દેશની જનતા, ખાસ કરીને ઉત્તરપ્રદેશની જનતા ભાજપ સરકારથી ખુશ નથી. 


યુપીઃ કોંગ્રેસના કદાવર નેતા પ્રમોદ તિવાર અને બાહુબલી રાજાભૈયા કરાયા નજરકેદ
કોંગ્રેસને પાછળ છોડી BJPના ફોલોવર્સ 1 કરોડથી વધુ, ટ્વિટર પર જમાવ્યો કબ્જો
ભાજપની જેમ આપણે નકારાત્મક નહી
સ્પષ્ટ થઇ ચુક્યું છે કે ભાજપ ચૂંટણી હારી રહી છે. આશા છે કે દિલ્હીમાં પણ પરિણામ સારા આવશે. ગત્ત લોકસભા ચૂંટણી દરમિયાન અપાયેલ વચન પર નહી બોલવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા તેમણે કહ્યું કે, તેમની પાર્ટી ચૂંટણી પ્રચાર ભાજપ જેટલો નકારાત્મક નથી. અમે આમ આદમી પાર્ટીને પ્રભાવિત કરનારા અસલી મુદ્દાઓ ઉઠાવીએ અને તેમના સમાધાનો પર વાત કરી, બીજી તરફ મોદીની સતત મહત્વહીન મુદ્દાઓ પર બોલી રહ્યા છે. ગાંધીએ મોદી પર વિપક્ષનાં સવાલોનો જવાબ નહી આપવાનો આરોપ લગાવ્યો.