બિશ્કેક : શંઘાઇ સહયોગ સંગઠનનાં સમિટમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સાથે હાથ પણ નહી મિલાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ આતંકવાદ મુદ્દે પણ પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે સભ્ય દેશોને આતંકવાદને સમર્થન આપનારા રાષ્ટ્રો વિરુદ્ધ એક થવાનું આહ્વાન કર્યું. સ્પષ્ટ છે કે આતંકવાદનું સમર્થન કરનાર રાષ્ટ્રોની વાત કરીને મોદીએ અપ્રત્યક્ષ રીતે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આતંકવાદને સમર્થન, પ્રોત્સાહન અને આર્થિક મદદ આપનારા રાષ્ટ્રોને જવાબદાર ઠેરવવા જરૂરી છે. એસસીઓ સભ્યોને આતંકવાદનાં સફાયા માટે એક સાથે આવીને કામ કરવું જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોકાણ વધારવા માટે ત્રણ કેટેલિસ્ટ
ભારત કિર્ગિસ્તાન બિઝનેસ ફોરમમાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારા વિચારમાં વ્યાપાર અને રોકાણને વધારવા માટે ત્રણ કેટેલિસ્ટ છે. યોગ્ય વાતાવરણ, કનેક્ટિવિટી અને બિઝનેસ ટુ બિઝનેસ આદાન પ્રદાન. હાલમાં અમારુ દ્વીપક્ષીય વ્યાપાર અને આર્થિક ભાગીદારીની શક્યતા ખુબ જ ઓછી છે. માટે બિઝનેસ ફોરમની આ પહેલી ખુબ જ યોગ્ય સમયે કરવામાં આવી રહી છે. 


દિલ્હીના ભરતનગરમાં ભાઈ-બહેનના થયેલા મોતનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો....
યોગ્ય સમયે જ યોજાઇ રહી છે એસસીએ બેઠક
ભારત કિર્ગિસ્તાન બિઝનેસ ફોરમમાં બોલતા વડાપ્રધાને કહ્યું કે, ભારત એક વિશાળ માર્કેટ તો છે જ સાથે સાથે અમારા દેશની યુવા પ્રતિભા અને ઉત્સાહી ઇનોવેટર્સ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટેના અમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવશે. વડાપ્રધાન મોદીએ તેમ પણ કહ્યું કે, હાલમાં અમારા દ્વિપક્ષીય વ્યાપાર અને આર્થિક ભાગીદારીની શક્યતાથી ઘણુ ઓછું છે, એટલા માટે બિઝનેસ ફોરમની આ પહેલ ખુબ જ યોગ્ય સમયે કરવામાં આવી રહી છે. 


પ.બંગાળઃ ડોક્ટરોની હડતાળ હવે પહોંચી કોલકાતા હાઈકોર્ટ, ચીફ ડિવિઝન બેન્ચ કરશે સુનાવણી
બિઝનેસ ફોરમનું આયોજન સુખદ
વડાપ્રધાન મોદીએ શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)નાં સમિટમાં આતંકવાદનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને કિર્ગિસ્તાન વ્યાપાર સંગઠનની વચ્ચે આ બિઝનેસ ફોરમનું આયોજન ખુબ જ પ્રસન્નતાનો વિષય છે. 


VIDEO: ગોવાના બીચમાં યુવકને 4 કિમી સુધી ખેંચી ગઈ લહેરો, કોસ્ટગાર્ડે એરલીફ્ટ કરી બચાવ્યો
આર્થિક અને ટેક્નોલોજીનાં વિકાસથી વિશ્વમાં શાંતિ આવશે.
એસસીઓમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વની અર્થવ્યવસ્થામાં ઝડપથી પરિવર્તન આવી રહ્યા છે, એવામાં ભારત જેવી મોટી ભુમિકા અર્થવ્યવસ્થાની આર્થિક વધારો અને ટેક્નોલોજીકલ વિકાસ વિશ્વમાં સ્થાયિત્વ અને આશાના પ્રમુખ કારક છે. 


મમતાના ભત્રીજા બાદ કોલકાતા મેયરની દિકરી પણ હડતાળમાં જોડાઇ, કહ્યું શરમ કરો
હું મોતથી નહી પરંતુ મોત મારાથી ગભરાય છે, મને રોકવાની હિંમત કોઇ પાસે નહી: મમતા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એસસીઓનાં તમામ દેશોને આતંકવાદની વિરુદ્ધ એક થવું પડશે. તેમણે કહ્યું કે, આતંકવાદનુ ફંડિંગ પર પ્રતિબંધ લગાવવા માટે તથા તેને ખતમ કરવા સુધીનું કામ કરવું પડશે. વડાપ્રધાન મોદીએ ટેરરિઝમ ફ્રી સોસાઇટીનો નારો આપતા કહ્યું કે, હું હાલમાં જ શ્રીલંકા ગયો હતો તો ત્યાં પણ આતંકવાદનું ખતરનાક સ્વરૂપ જોવા મળ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ ભારત આંતરરાષ્ટ્રીય સમ્મેલનનું આહ્વાન કરે છે.