VIDEO: ગોવાના બીચમાં યુવકને 4 કિમી સુધી ખેંચી ગઈ લહેરો, કોસ્ટગાર્ડે એરલીફ્ટ કરી બચાવ્યો

યુવકને એરલીફ્ટ કરીને બચાવી લીધા પછી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેની હાલત સ્થિર છે 
 

VIDEO: ગોવાના બીચમાં યુવકને 4 કિમી સુધી ખેંચી ગઈ લહેરો, કોસ્ટગાર્ડે એરલીફ્ટ કરી બચાવ્યો

પણજીઃ ગોવાના સમુદ્રમાં લહેરોની વચ્ચે ફસાયેલા એક યુવકને ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard) દ્વારા એરલીફ્ટ કરીને બચાવવાનો વીડિયો બહાર આવ્યો છે. ગોવાના સમુદ્ર કિનારે લગભગ 4 કિમી અંદર ફસાઈ ગયેલા આ વ્યક્તિને કોસ્ટ ગાર્ડનીટીમે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કર્યો હતો. 

આ ઘટના ગોવાના જાણીતા કાબો-ડે-રામા બીચની છે. અહીં લગભગ 20 વર્ષનો એક યુવક સમુદ્રની તેજ લહેરો સાથે ખેંચાઈ ગયો હતો. લહેરોનો પ્રવાહ એટલો તેજ હતો કે તે ગણતરીની સેકન્ડમાં જ આ યુવકને કિનારાથી લગભગ 2 નોટિકલ માઈલ એટલે કે 3.7 કિમી દૂર ખેંચીને લઈ ગઈ હતી. 

— ANI (@ANI) June 13, 2019

વીડિયોમાં જે પ્રમાણે દેખાય છે તેનાથી એવું લાગે છે કે આ યુવકને તરતા આવડતું હતું એટલે તે પાણીની સપાટી ઉપર જ હતો. આ દરમિયાન બીચ પર હાજર લોકોએ યુવક સમુદ્રની લહેરોમાં એક યુવક તણાઈ ગયો હોવાની સુચના કોસ્ટ ગાર્ડને આપી હતી. કોસ્ટગાર્ડે પોતાના હેલિકોપ્ટર વડે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. 

સમાચાર એજન્સી ANI દ્વારા આ સમગ્ર બચાવ અભિયાનનો એક વીડિયો જાહેર કરાયો છે. જેમાં દેખાય છે કે, કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર લઈને યુવક સમુદ્રમાં જ્યાં તરી રહ્યો હતો ત્યાં પહોંચી હતી અને તેને બચાવ માટે હેલિકોપ્ટરમાંથી એક દોરડાવાળી સીડી લટકાવી હતી. યુવક આ સીડી પકડીને તેના પર ચડી ગયો હતો અને કોસ્ટગાર્ડની ટીમ યુવકને લઈને કિનારા પર પહોંચી હતી. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news