Corona: દેશમાં કઈ રીતે થશે રસીકરણ? પીએમ મોદીએ સમજાવ્યો A to Z પ્લાન
પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધુ કે કોરોના રસીકરણનું અભિયાન લાંબુ ચાલવાનું છે. તેમણે કહ્યું કે, કોરોના વેક્સિન માટે ભારતનું અભિયાન દરેક નાગરિક માટે એક પ્રકારથી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાની જેમ છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની સ્થિતિને લઈને બધા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે. તેમણે વેક્સિનને લઈને રાજ્યોને કેન્દ્રની તૈયારીઓની જાણકારી આપી અને કહ્યું કે, માત્ર વેક્સિનના ભરોસે ન રહો. પીએમ મોદીએ કહ્યુ કે, હાલ રાજ્ય સંક્રમણ રોકવા પર ધ્યાન આપે. તેમણે કોરોના વેક્સિનને લઈને કહ્યુ કે, સરકારે વિસ્તૃત યોજના બનાવી છે. પીએમ મોદીએ સ્ટેપ બાય સ્ટેપ રસીકરણ અભિયાન વિશે જણાવ્યું. તેમણે સમજાવ્યું કે, કઈ રીતે વેક્સિન દેશવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કોરોના રસીકરણનો પ્લાન શું હશે?
પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધુ કે કોરોના રસીકરણનું અભિયાન લાંબુ ચાલવાનું છે. તેમણે કહ્યું કે, કોરોના વેક્સિન માટે ભારતનું અભિયાન દરેક નાગરિક માટે એક પ્રકારથી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાની જેમ છે. એટલું મોટુ રસીકરણ અભિયાન સરળ હોય, સિસ્ટમેટિક હોય અને સસ્ટેન્ડ હોય, તે માટે આપણે બધાએ એક થઈને એક ટીમના રૂપમાં કામ કરવુ પડશે. પીએમ મોદીએ વેક્સિનને લઈને જે મુખ્ય વાત કરી, તે આ પ્રકારે છે.
Corona: ક્યાંક એવું ન બને કે જ્યાં પાણી ઓછું હોય ત્યાં જ નાવડી ડૂબી જાય-PM મોદી
- કઈ વેક્સિન કેટલી કિંમતમાં આવશે તે હજુ નક્કી નથી. ભારતીય મૂળની બે વેક્સિન મેદાનમાં આગળ છે પરંતુ બહારની સાથે મળીને આપણા લોકો કામ કરી રહ્યાં છે. વિશ્વમાં જે વેક્સિન બની રહી છે, તે બધા ઉત્પાદન માટે ભારતીય કંપનીઓ સાથે વાત કરી રહ્યાં છે.
- વેક્સિનને લઈને આપણી પાસે જેવો અનુભવ છે, તે દુનિયાના મોટા-મોટા દેશોની પાસે નથી. આપણી માટે જેટલી જરૂરી સ્પીડ છે, એટલી જરૂરી સેફ્ટી પણ છે. ભારત પોતાના નાગરિકોને જે પણ વેક્સિન આપશે, તે દરેક વૈજ્ઞાનિક કસોટી પર ખરી હશે.
- જ્યાં સુધી વેક્સિન ડિસ્ટ્રીબ્યૂશનની વાત છે, રાજ્યોની સાથે મળીને કરવામાં આવી રહી છે.
- વેક્સિન પ્રાથમિકતાની સાથે કોને લગાવવામાં આવશે, તે રાજ્યોની સાથે મળીને રફ લેઆઉટ તમારી સામે રાખવામાં આવ્યો છે.
- આપણે કેટલા વધારાના કોલ્ડ સ્ટોરેજની જરૂર રહેશે, રાજ્યોએ તેના પર કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જરૂર પડી તો વધારાની સપ્લાઈ કરી શકાય.
- વેક્સિનનો એક વિસ્તૃત પ્લાન જલદી રાજ્યોની સાથે શેર કરવામાં આવશે. હું ઈચ્છુ છું કે બ્લોક લેવલ પર એક ટીમ બનશે. આ ટીમ વેક્સિનની ટ્રેનિંગ અને ડિસ્ટ્રીબ્યૂશનને લઈને સતત કામ કરશે.
- કોરોના વેક્સિનને લઈને નિર્ણય વૈજ્ઞાનિક નક્કી કરે તે પ્રમાણે હોવો જોઈએ. આપણે કોઈ વૈજ્ઞાનિક નથી. આપણે વ્યવસ્થા હેઠળ વસ્તુનો સ્વીકાર કરવો પડશે.
Corona પર પીએમ નરેન્દ્ર મોદીએ સંભાળી કમાન, Arvind kejriwal એ કરી આ માગણી
વેક્સિન પર નજર પરંતુ ઘણા સવાલોનો જવાબ નહીંઃ પીએમ
પીએમ મોદીએ કહ્યુ કે, વેક્સિનને લઈને સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. તેમણે મુખ્યમંત્રીઓને કહ્યુ કે, તમને પ્રેઝન્ટેશનમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી. વેક્સિનની દિશામાં છેલ્લા સ્તર પર કામ પહોંચ્યું છે. ભારત સરકારનો દરેક વિભાગ નજીકથી નજર રાખી રહ્યો છે. અમે બધાના સંપર્કમાં પણ છીએ. પરંતુ તેમણે કહ્યું કે, ઘણી વસ્તુને લઈને સ્પષ્ટતા નથી, તેથી કોઈ ભ્રમમાં ન રહે.
તેમણે કહ્યું, 'હજુ તે નક્કી નથી કે વેક્સિન એક ડોઝની હશે, બે ડોઝની હશે કે ત્રણ ડોઝની હશે. હજુ તે નક્કી નથી કે તેની કિંમત કેટલી હશે. એટલે કે બધા સવાલોનો જવાબ અમારી પાસે નથી. જે તેને બનાવનારા છે, કંપનીઓમાં સ્પર્ધા છે, દુનિયાના દેશોના પોત-પોતાના ડિપ્લોમેટિક ઇન્ટરેસ્ટ્સ હોય છે. WHO પાસેથી પણ આપણે રાહ જોવી પડે છે. આપણે આ વાતોને વૈશ્વિક સંદર્ભમાં જોવી પડશે.'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube