નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે કેદારનાથ ધામ (Kedarnath Dham) માં બાબા કેદારનાથનો રૂદ્વાભિષેક કર્યો. પીએમ મોદીએ કેદારનાથના ગર્ભગૃહમાં પૂજા કરી પછી મંદિરની પરિક્રમા કરી. પ્રધાનમંત્રી આદિ ગુરૂ શંકરાચાર્યની સમાધિનું અનાવરણ પણ કર્યુ, આ સાથે જ કેદારનાથ ધામમાંઘના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તબાહી બાદ કેદારનાથ ધામ પહેલાં કરતાં વધુ શાન ઉભું થશે? આ પહેલાં લોકો વિચારતા હતા પરંતુ હવે કેદારનાથ પછી આન-બાન-શાનની સાથે ઉભા છે અને આ વિકાસ કાર્ય ઇશ્વરની કૃપાથી સંભવ થયું છે. 


પીએમ મોદીએ કહ્યું તીર્થોની યાત્રા ફક્ત સૈર માટે નથી. આ ભારતનું દર્શન કરનાર જીવંત પરંપરા છે. ઉત્તરાખંડ પહેલાં પલાયનનો ઉલ્લેખ કરતાં પીએમએ કહ્યું કે અહીં પલાયનને રોકવાનું હતું. આગામી દાયકો ઉત્તરાખંડનો છે અને અહીં ટૂરિઝમ વધવાનું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તરાખંડનું પાણી અને જવાની બંને પહાડોને કામ આવશે. 

PICS: બાબા કેદારનાથનો અભિષેક , શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ, શિવભક્તિમાં ડૂબ્યા PM મોદી


ત્રાસદીએ બદલી દીધી કેદારનાથની તસવીર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની શિવ પર આસ્થા કાશીથી લઇને કેદારનાથ (Shri Kedarnath Dham) સુધી શિવ ધામોના કાયાકલ્પમાં પણ જોવા મળે છે. લગભગ 8 વર્ષ પહેલાં કેદારનાથ ધામમાં એક ભયાનક ત્રાસદી આવી હતી. જેને કેદારનાથ ધામની તસવીર બદલાઇ ગઇ હતી. 


દુર્ગમ પહાડ, વિપરિત ભૌગોલિક પરિસ્થિતિઓ, મુશ્કેલ હવામાન, લોકોને લાગતું હતું કે ઉત્તરાખંડમાં હાજર કેદાર્નાથ ધામમાં જૂની રોનક પરત ફરશે નહી પરંતુ શિવ ભક્તિથી મળનાર સંકલ્પ શક્તિએ સ્વપ્નને સત્ય કરીને બતાવ્યું. વર્ષ 2013 ની ત્રાસદી બાદ કેદારનાથ ધામ પુરી રીતે બદલાઇ ગયું છે. હવે ત્યાં કેદારનાથ મંદિર, શ્રદ્ધાળુ અને ત્યાં રહેનાર સેવાદારોની સેફ્ટી પર્યાપ્ત વ્યવસ્થા થઇ ચૂકી છે. 

લોકો કરજમુક્ત થવા માટે આ ગામની મુલાકાતે દોડે છે, પગ મુકતાની સાથે જ કષ્ટ થાય છે દૂર!


કેદારનાથધામમાં 6 વાર જઇ ચૂક્યા છે પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) શુક્રવારે ગોવર્ધન પૂજાવાળા દિવસે કેદારનાથ ધામ (Shri Kedarnath Dham) પહોંચ્યા. તેમના મનમાં શ્રી કેદારનાથ ધામ પ્રતે અપાર શ્રદ્ધા અને આસ્થા છે. પ્રધાનમંત્રી બન્યા તે પહેલાં જ કેદારનાથ ધામની યાત્રા પર આવતા હતા. પ્રધાનમંત્રી બન્યા બાદ પોતાના પ્રથમ કારકાળમાં તેમણે 6 વાર કેદારનાથ ધામની યાત્રા કરી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube