PICS: બાબા કેદારનાથનો અભિષેક , શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ, શિવભક્તિમાં ડૂબ્યા PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની શિવ ભક્તિ કોઇનાથી છુપાયેલી નથી. દિવાળીના બીજા દિવસે એટલે કે ગોવર્ધન પૂજાના શુભ અવસર પર પીએમ મોદીએ કેદારનાથ ધમમાં પોતાના આરાધ ભગવાન શિવની પૂજા અર્ચના કરી. પીએમ મોદીએ ભગવાન કેદારના રૂદ્વાભિષેક કરી તેમની આરતી કરી. ત્યારબાદ પીએમ મોદીએ પૂજા-અર્ચના બાદ કેદારનાથ ધામની પરિક્રમા કરી. ત્યારબાદ પીએમ મોદીએ આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઉંચી પ્રતિમા સહિત ઘણા પ્રોજેક્ટનું અનાવરણ કર્યું. પીએમના આ પ્રવાસની ખાસ વાત એ રહી કે આ દરમિયાન 11 જ્યોતિર્લિંગ સહિત 100 જગ્યા પર ટેલિકાસ્ટ થયું. 

'શ્રી કાદારેશ્વરો વિજયતે'

1/7
image

કેદારનાથ ધામ 12 જ્યોર્તિલિંગોમાંથી એક છે. આ ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામોમાંથી એક છે. આદિ શંકરાચાર્યએ જ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે કેદારનાથ પહોંચા છે. તે સવારે 7.55 વાગે ધામમાં પહોંચ્યા.  

બાઘમ્બરની ભેટ

2/7
image

શુક્રવારે કેદારનાથના પુજારી બાગેશ લિંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પૂજા સંપન્ન કરાવી. અત્યાર સુધી પીએમના પાંચ પ્રવાસમાં પુજારી બાગેશ લિંગે ત્રણવાર પૂજા કરાવી છે. 

પીએમ મોદીનું સ્વાગત

3/7
image

પીએમ મોદી દેહરાદૂન સ્થિત એરપોર્ટ પહોંચા તો મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું. 

પીએમએ કર્યું નિરિક્ષણ

4/7
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની આ યાત્રામાં કેદારપુરીમાં ચાલી રહેલા પ્રોજેક્ટના સીસીટીવીનું અવલોકન પણ કર્યું. તારબાદ પીએમ મોદીએ કેદારનાથ ધામમાં ચાલી રહેલા પુનનિર્માણ કારોનું નિરિક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે કેટલાક પુનર્નિર્માણ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યું. 

આદિ શંકરાચાર્યનું ધ્યાન

5/7
image

પીએમ મોદીએ પોતાની આ યાત્રામાં આદિશંકરાચાર્યની પ્રતિમાના અનાવરણ બાદ તાં થોડીવાર બેસીને ધ્યાન પણ લગાવ્યું. ત્યારબાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તે ધ્યાન કરી રહ્યા હતા તારે એક પ્રકાશ પુંજ ત્યાંથી નિકળે રહ્યો હતો. 

'જે ક્લ્યાણ કરે, તે જ શંકર છે'

6/7
image

પીએમ મોદીએ પોતાની યાત્રા દરમિયાન સંબોધનમાં આદિ શંકરાચાર્યની મહત્તા પર પ્રકાશ નાખ્યો. તેમણે કહ્યું કે શંકરનો સંસ્કૃતમાં અર્થ 'શં કરોતિ સ: શંકર: એટલે, જે કલ્યાણ કરે, તે જ શંકર છે. આ વ્યાકરણને પણ આચાર્ય શંકરે પ્રત્યક્ષ પ્રમાણિત કર્યું. 

કેદારનાથ ધામનું કાયાકલ્પ

7/7
image

આ મંચ પરથી પીએમએ ધાર્મિક સંકલ્પ સાથે પોતાના મનની વાત પણ કરી. તેમણે આ દરમિયાન કેદારનાથ ધામમાં લગભગ ચાર સો કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.