નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક લેહ પહોંચ્યા છે. તેમની સાથે CDS બિપિન રાવત અને આર્મી ચીફ એમ.એમ નરવણે પણ છે. આ અગાઉ ફક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત જ લેહની મુલાકાતે આવવાના હતાં. પીએમ મોદી લદાખની જે જગ્યાએ પહોંચ્યા છે તેનું નામ નીમુ છે. તે લેહથી દ્રાસ તરફ પડે છે. અહીં તેઓ આર્મી, એરફોર્સ અને આઈટીબીપીના જવાનોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી. આ બોર્ડરની ફોરવર્ડ લોકેશન છે. લગભગ 11000 હજાર ફૂટની ઊંચાઈ સ્થિત નીમુની ટેરેન ખુબ જ મુશ્કેલ ગણાય છે. આ વિસ્તાર સિંધુ નદીના કિનારા પર સ્થિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘાયલ જવાનોને મળ્યા પીએમ મોદી
નીમુની ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લીધા બાદ પીએમ મોદી લેહ ખાતે વોર મેમોરિયલ પહોંચ્યાં. અહીં તેઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ ચીની સૈનિકો સાથે થયેલા લોહિયાળ સંઘર્ષમાં ઘાયલ થયેલા જવાનોને પણ પીએમ મોદી મળ્યાં. અત્રે જણાવવાનું કે આ ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતાં અને ચીનના પણ 40 જેટલા જવાનો માર્યા ગયા હતાં. તથા અનેક ઘાયલ થયા હતાં. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube