PM Modi એ અસમમાં અનેક પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ, કહ્યું- નોર્થ ઈસ્ટ માટે નવું કરવા આવ્યો છું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે અસમના ધેમાજીના સિલાપાથરમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું અને જનસભાને સંબોધી.
ગુવાહાટી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે અસમના ધેમાજીના સિલાપાથરમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું અને જનસભાને સંબોધી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે નોર્થ ઈસ્ટ માટે નવું કરવા આવ્યો છું. આ સાથે જ તેમણે પૂર્વની સરકારો પર નોર્થ ઈસ્ટની સાથે સાવકો વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અસમના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
પીએમ મોદીએ આ પ્રોજેક્ટ્સને કર્યા સમર્પિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન ઓઈલની બોંગાઈગાવ રિફાઈનરીમાં ઈન્ડમેક્સ શાખા, ડિબ્રુગઢના મધુબનમાં ઓઈલ ઈન્ડિયા લિમિટેડના સેકન્ડરી ટેન્ક ફાર્મ અને તિનસુકિયાના મકુમના હેબડા ગામમાં એક ગેસ કમ્પ્રેસર સ્ટેશનને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ સાથે પ્રધાનમંત્રીએ ધેમાજી એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્ધાટન કર્યું અને સુઆલકુચી એન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ કર્યો.
નોર્થ ઈસ્ટ ભારતના ગ્રોથનું નવું એન્જિન
જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું અહીં ગોગામુખમાં ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરવા માટે આવ્યો ત્યારે મે કહ્યું હતું કે નોર્થ ઈસ્ટ ભારતના ગ્રોથનું નવું એન્જિન બનશે. આજે અમે આ વિશ્વાસને અમારી આંખોની સામે ધરતી પર ઉતરતા જોઈ રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે બ્રહ્મપુત્રના આ નોર્થ બેન્કથી, આઠ દાયકા પહેલા અસમિયા સિનેમાએ પોતાની મુસાફરી, જોયમતી ફિલ્મ સાથે શરૂ કરી હતી. આ ક્ષેત્રએ અસમની સંસ્કૃતિનું ગૌરવ વધારનારા અનેક વ્યક્તિત્વ આપ્યા છે.
પીએમ મોદીએ પૂર્વની સરકારો પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે નોર્થ ઈસ્ટમાં ભરપૂર સામર્થ્ય હોવા છતાં પહેલાની સરકારોએ આ ક્ષેત્રની સાથે સાવકો વ્યવહાર કર્યો. અહીંની કનેક્ટિવિટી, હોસ્પિટલ, શિક્ષણ સંસ્થાઓ, ઉદ્યોગ પહેલાની સરકારની પ્રાથમિકતામાં નહતા. બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસના મંત્ર પર કામ કરી રહેલી અમારી સરકારે આ ભેદભાવને દૂર કર્યો છે. આજે અસમને ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુના એનર્જી અને એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો નવો ઉપહાર મળ્યો છે.
અસમમાં એલપીજી વિસ્તાર 100 ટકા
પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 સુધીમાં પ્રત્યેક 100 પરિવારોમાંથી ફક્ત 55 પરિવારોમાં એલપીજી ગેસ કનેક્શન હતા. અસમમાં રિફાઈનરી હોવા છતાં અહીં સંખ્યા 40 હતી. ઉજ્જવલા યોજનાની મદદથી અસમમાં એલપીજી કવરેજ આજે લગભગ 100 ટકા છે. તેમણે વધુમાં કહ્યું કે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં એક કરોડ ગરીબ મહિલાઓને મફત એલપીજી કનેક્શનની સાથે ઉજ્વલા યોજના સાથે જોડવામાં આવશે. આઝાદીના 7 દાયકા બાદ પણ જે 18000 ગામોમાં વીજળી નહતી, તેમનાથી મોટાભાગના અસમ અને પૂર્વોત્તરના હતા. આ ક્ષેત્રમાં ગરીબ, જરૂરિયાવાળા અને મધ્યમ વર્ગ પર પ્રતિકૂળ પ્રભાવ નાખનારા અનેક ફર્ટિલાઈઝર ઉદ્યોગ બંધ થઈ ગયા.
PM Modi બોલ્યા- ભારતનું ડિફેન્સ સેક્ટર બન્યું મજબૂત, 40 દેશોને હથિયાર નિકાસ કરીએ છીએ
દાનત સારી હોય તો ભાગ્ય પણ પલટાય છે
પીએમ મોદીએ કહ્યું કે નીતિ સારી હોય, નિયત સાફ હોય તો નિયતિ પણ બદલાય છે. આજે દેશમાં જે ગેસ પાઈપલાઈનનું નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે, દેશના દરેક ગામ સુધી ઓપ્ટિકલ ફાઈબર બીછાવવા જઈ રહ્યા છે, દરેક ઘર જળ પહોંચાડવા માટે પાઈપ લગાવવામાં આવી રહી છે તે ભારતમાતાની નવી ભાગ્ય રેખાઓ છે. તેમણે કહ્યું કે આજે સમગ્ર દુનિયા ભારતના એન્જિનિયર્સનો દમ માની રહી છે. અસમના યુવાઓમાં તો અદભૂત ક્ષમતા છે. આ ક્ષમતાને વધારવા માટે રાજ્ય સરકાર ભરપૂર પ્રયત્ન કરી રહી છે. અસમ સરકારના પ્રયત્નોના કારણે જ આજે અહીં 20થી વધુ એન્જિનિયરિંગ કોલેજો ખુલી ચૂકી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube