Corona Update: વધી રહ્યું છે કોરોનાનું જોખમ, આ 5 રાજ્યોએ વધાર્યું ટેન્શન, ક્યાં- ક્યાં લોકડાઉન...જાણો
Corona Latest Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 14,199 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,10,05,850 થઈ ગયો છે. જેમાંથી 1,06,99,410 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા જ્યારે 1,50,055 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના કુલ કેસ 11 મિલિયન એટલે કે 1,10,05,850 થઈ ગયા છે. છેલ્લા 1 મિલિયન કેસ તો 65 દિવસમાં જ નોંધાયા છે. છેલ્લા 7 દિવસમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દેશના મહારાષ્ટ્ર (Maharashtra) સહિત અનેક રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. પુણેમાં તો 28 ફેબ્રુઆરી સુધી શાળા કોલેજો બંધ કરી દેવાઈ છે. પુણે (Pune) ઉપરાંત નાસિકમાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લગાવી દેવાયો છે. આ ઉપરાંત યવતમાલ, અમરાવતી, અચલપુરમાં પણ લોકડાઉનની જાહેરાત થઈ છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 14,199 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,10,05,850 થઈ ગયો છે. જેમાંથી 1,06,99,410 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા જ્યારે 1,50,055 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 83 લોકોના કોરોનાથી મોત થયા છે. કુલ મૃત્યુ આંકડો 1,56,385 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાન પણ ચાલે છે. જે હેઠળ અત્યાર સુધીમાં 1,11,16,854 લોકોને રસી અપાઈ છે.
India reports 14,199 new #COVID19 cases, 9,695 discharges, and 83 deaths in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,10,05,850
Total discharges: 1,06,99,410
Death toll: 1,56,385
Active cases: 1,50,055
Total Vaccination: 1,11,16,854 pic.twitter.com/IfvuGrAgch
— ANI (@ANI) February 22, 2021
74 ટકાથી વધુ એક્ટિવ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં
ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કોવિડ-19ના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. મંત્રાલયે કહ્યું કે દેશ કોવિડ-19ના કુલ એક્ટિવ કેસમાંથી 74 ટકાથી વધુ કેરળ અને મહારાષ્ટ્રમાં છે. ત્યારબાદ છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં પણ કેસ વધ્યા છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પણ કેસમાં વધારો જોવા મળ્યો છે. કેરળમાં છેલ્લા 4 અઠવાડિયામાં સરેરાશ સાપ્તાહિક કેસ 42000થી 34800 વચ્ચે રહ્યા છે. કેરળમાં રવિવારે કોરોના વાયરસના નવા 4070 દર્દીઓ નોંધાયા અને કોવિડ-19 સંક્રમણના કારણે 15 લોકોએ દમ તોડ્યો. રાજ્યમાં વાયરસના 10,35,006 કેસ થઈ ચૂક્યા છે. જ્યારે મૃતકોની સંખ્યા 4089 થઈ છે.
મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન
મહારાષ્ટ્રના અમરાવતી અને અચલપુરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જે આજ રાત 8 વાગ્યાથી 1 માર્ચ સવારે 8 વાગ્યા સુધી લાગુ રહેશે. યવતમાલ, અકોલા, અને અકોટમાં પણ આજે સવારે 6 વાગ્યાથી લઈને 1 માર્ચ સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જો કે આ જિલ્લાઓમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.
Maharashtra | A curfew will be imposed in Amravati Municipal Corporation and Achalpur Municipal Council limits from 8 pm on February 22 to 6 am on March 1. During this curfew, only essentials shops will be open from 8 am to 3 pm: Shailesh Naval, Collector, Amravati District
— ANI (@ANI) February 22, 2021
મુંબઈમાં 1355 ઈમારતો સીલ
મુંબઈ (Mumbai) માં કોરોના વાયરસના વધતા કેસને જોતા 1355 ઈમારતો સીલ કરાઈ છે. આ ઉપરાંત કોઈ પણ ઈમારતમાં 5થી વધુ દર્દી હોવા પર તેને સુરક્ષા કારણોસર સીલ કરવાની જોગવાઈ છે.
રાજનીતિક અને ધાર્મિક કાર્યક્રમો પર રોક
કોવિડ-19ના કેસ ઝડપથી વધ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે તમામ ધાર્મિક અને રાજનીતિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. જ્યાં ભીડની આશંકા છે. આ સાથે જ સરકારે સંકેત આપ્યા છે કે જો સ્થિતિ બગડશે તો મહારાષ્ટ્રમાં લોકડાઉન પણ લાગી શકે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. રવિવારે 6791 નવા કેસ સામે આવ્યા અને સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોવિડ 19ના 6000થી વધુ નવા કેસ નોંધાયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે