નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કા પહેલા ઝી ન્યુઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં અનેક સવાલોનાં જવાબ આપ્યા હતા. તેમણે પૂર્વવડાપ્રધાન રાજીવ ગાંધીના ઉલ્લેખથી માંડીને વિપક્ષ દ્વારા તેમને કહેવાતા અપશબ્દો અંગે પણ પોતાના મનની વાત રજુ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#ModiOnZee: જાણો વડાપ્રધાન મોદીનાં ઇન્ટરવ્યુંની 10 મહત્વની વાતો...

ઝી ન્યુઝ સાથેનાં આ ઇન્ટરવ્યુમાં એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાથેની વાતચીતમાં વડાપ્રધાને દાવો કર્યો કે 23મેનાં રોજ દેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપ 2014 કરતા વધારે સીટો પ્રાપ્ત કરશે. 
#ModiOnZee: બોરિયા બિસ્તરા બાંધવાના સવાલ અંગે PMનો જવાબ...

શું ગત ચૂંટણી કરતા વધારે સીટો આવશે
બધા જ લોકો કહી રહ્યા હતા કે મોદી લહેર નથી. પરંતુ પરિણામ બાદ દુધનુ દુધ અને પાણીનું પાણી થઇ ગયું. આ વખતે પણ 23 મે બાદ ચર્ચા કરવામાં આવે તો વધારે સારુ રહેશે. 


#ModiOnZee: દેશમાં મોદીથી 10 પગલા આગળ કોણ છે? જાણો PMનો જવાબ

ઇવીએમમાં સેટિંગના આરોપો અંગે તમે શું કહેશો
દેશની તમામ સંસ્થાઓ સ્વતંત્રતાથી કામ કરી રહી છે. આપણે બધા જ મળીને વિશ્વમાં આપણી લોકશાહીની બ્રાન્ડિંગ કરવી જોઇએ. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું મહાપર્વ છે ત્યારે વિપક્ષ ઉજવવાનાં બદલે તેને બદનામ કરી રહ્યો છે.


મમતાનો PMને જવાબ, 42 MLAમાંથી કોઇ પણ કોલ માફીયા નિકળશે તો બધાને પરત લઇશ


શું તમારા અને તમારા વિરોધીઓ માટે સમાન માપદંડ છે.
મારા જીવનમાં કોઇ ગુનો નથીક ર્યો. અજાણતામાં કંઇ થઇ ગયું હોય તો મને નથી ખબરી. મારા પર પહેલીવાર 2014માં ફરિયાદ દાખલ તઇ હતી. હું અમદાવામાં મતદાન કરવા ગયો હતો. મારી વિરુદ્ધ ખોટો કેસ બનાવીને ફરિયાદ દાખલ કરાવાઇ. તમે પરેશાન આશ્ચર્યચકીત રહી જશો કે હું વારાણસી ચૂંટણી લડવા ગયો, તે સમયે જે અધિકારીઓ હતા, જ્યારે હું રોડ શો કરીને ઉમેદવારી નોંધાવવા ગયો તો પરમિશન આપી પરંતુ રોડ શો બાદ મારી પરવાનગી રદ્દ કરી દેવામાં આવી. એક પણ વખત હું વારાણસીના લોકોને ન મળી શક્યો પરંતુ મે કોઇના પર આરોપો નહોતો લગાવ્યો.