મમતાનો PMને જવાબ, 42 MLAમાંથી કોઇ પણ કોલ માફીયા નિકળશે તો બધાને પરત લઇશ

કોલસાની ખાણથી માંડીને તેની સુરક્ષા અને દલાલી સહિતનો તમામ હક કેન્દ્ર સરકાર પાસે છે તેમ છતા પણ કોલમાફીયા અમારા MLA કઇ રીતે થઇ જાય

મમતાનો PMને જવાબ, 42 MLAમાંથી કોઇ પણ કોલ માફીયા નિકળશે તો બધાને પરત લઇશ

બાંકુડા : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) ના પ્રચારમાં જોડાયેલા વડાપ્રધાન મોદીએ ગુરૂવારે પશ્ચિમ બંગાળમાં બે ચૂંટણી રેલીઓ સંબોધિ હતી. જેમાં વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારોક ર્યા. જવાબમાં મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે, આ ચૂંટણી પહેલા યોજાઇ શકતી હોત, માત્ર નરેન્દ્ર મોદીએ પોતાની સુવિધા માટે જનતાને તકલીફ આપવા માટે છેલ્લા તબક્કા સુધી ચૂંટણી ખેંચી હતી.

મમતાએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન મોદીએ આવું એટલા માટે કરાવ્યું કારણ કે પોતાનાં સમયે પહોંચી શકે. એટલા માટે તમામ ચૂંટણી મોડે સુધી કરાવી. ગુજરાતમાં એક દિવસમાં થઇ જાય છે, મહારાષ્ટ્રમાં બે તબક્કામાં તઇ જાય છે, તમિલનાડુમાં એક દિવસમાં થઇ જાય છે તેમ છતા બંગાળમાં બે મહિના સુધી ચૂંટણી શા માટે ચાલી ? 

નોએડા: મૌલાનાએ બાળકીને બેલ્ટથી માર્યો ઢોર માર, પોલીસની ગેરવર્તણુંક
મમતાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી જે બાંકુડીની માટીથી પુરુલિયાની માટીને જાણતા નથી, શું તેમને ખબર છે કે બાંકુરાનાં યુવકો-યુવતીઓ ફર્સ્ટ આવે છે સેંકન્ડ આવે છે. તેમને નથી ખબર કે  અહીં ઘરે ઘરે ડોક્ટર- એન્જીનિયર તૈયાર થાય છે. મોટા મોટા લોકો તૈયાર હોય છે. મોદી બાબુ તમે પોતાની જાતને તૈયાર કર્યા છે ? હાફ પેન્ટ પહેરીને આરએસએશ કરતા હતા અને અચાનક વડાપ્રધાન બની ગયા. શું કહેવું જોઇએ અને શું નહી તેવું વિચારતા રહ્યા. તમે ચૂંટણીઓ કરાવી રહ્યા છો, જનતા તમને પુછવા માંગો છો કો તમે શું કર્યું ? તમને મત શા માટે આપીએ ? 

કોલ માફિયાનાં આરોપોનો પણ જવાબ આપ્યો
મમતાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અહીં આવીને કહે છે કે તૃણમુલના ઉમેદવાર કોલ માફિયા છે. મને ખબર પડી છે કે એવું બોલ્યા છે. મારી અહીં 42 ઉમેદવાર છે, એકને પણ પ્રમાણ કરી દો તેઓ કોલ માફિયામાં 42નાં 42 ઉમેદવાર પરત લઇ લઇશ. અને જો તમને ખોટ બોલ્યા હો તો તમારે જનતા સામે 100 ઉઠક બેઠક કરવી પડશે. કોલ કોના અંડરમાં છે ? સેન્ટરના અંડર, સુરક્ષા કોણ કરે છે સીઆઇએસએફ, દલાલી કોણ કરે છે ભાજપનાં લોકો તો પછી કોલ માફિયા તૃણમુલનાં લોકો કઇ રીતે થયા ? તમારે જવાબ આપવો પડશે. 

મમતાએ કહ્યું કે, હું ચેલેન્જ કરુ છું કે મારી પાસે એક પેનડ્રાઇવ છે અને જો તેને હું તેને બહાર દેખાડી દઇશ તો ગાય તસ્કરો અને કોલમાફીયાઓ સાથે જોડાયેલા અનેક કાગળો નિકળી આવશે. શું તમે તૈયાર છો ? મીડિયા કરશે ? જો મીડિયા તૈયાર છે તો પેનડ્રાઇવ તેને સોંપી સકીશ જ્યાં સેન્ટ્રલ મિનિસ્ટર, ભાજપના સાંસદો ગાયની તસ્કરીનો ધંધો કરે છે. મારે આ બધુ નથી બોલવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news