#ModiOnZee: દેશમાં મોદીથી 10 પગલા આગળ કોણ છે? જાણો PMનો જવાબ
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના 2 અઠવાડીયા પહેલા જ Zee Newsને આપેલા ઇન્ટરવ્યુમાં તમામ સવાલોનાં મુક્તમને જવાબો આપ્યા હતા. તેમણે પૂર્વ વવડાપ્રધાન રાજીવ ગાંધીના ઉલ્લેખ મુદ્દે વિપક્ષ દ્વારા તેમના માટે ઉપયોગમાં લેવાઇ રહેલા અપશબ્દો અંગે પણ પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું.
Zee Newsનાં એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાધેના શુદ્ધ રાજનીતિક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે 23 મેનાં રોજ દેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપને 2014થી વધારે સીટો મળશે. આ સમગ્ર ઇન્ટરવ્યુને તમે ઝી ન્યુઝ પર જોઇ શકો છો.
અમે પાંચ વર્ષથી સત્તામાં રહ્યા છીએ પરંતુ 2019ની ચૂંટણી દેશની જનતા લડી રહી છે. વડાપ્રધાને કહ્યું કે, વિરોધીઓને પોતાના સપના પુર્ણ કરવાનો હક છે. હું ચૂંટણી દરમિયાન લોકો વચ્ચે જઇ રહ્યો છું. પુરા અનુભવનાં ાધારે કહી શકું છું કે દેશની જનતા મજબુત સરકાર ઇચ્છે છે. 2019માં જનતાએ મોદીને પોતાની સૌથી નજીક જોયા છે.
મારુ કામ બોલી રહ્યું છે. સામાન્ય રીતે સરકારે જો ચાલતી આવતી રહી હતી, તેઓ રાજ્યો પર નિર્ભર રહેતીહ તી. અમે રાજ્યોની સાથે મળીને કામ કર્યું. લાભાર્થીઓ સાતે મળીને વાત કરવાની હતી. જેના કારણે યોજનાની ખામીઓ વિશે માહિતી મળે. મારુ માનવું છે કઆ વખતે દેશની જનતા પહેલાથી વધારે સીટો આપી રહી છે. 2014માં જે રાજ્યોમાં અમારુ પ્રતિનિધ્તવ ઓછું હતું ત્યાં અમેને વધારી સીટો મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે