નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370ને હટાવવાને લઇને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરી શકે છે. સૂત્રોના હવાલે સમાચાર મળી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંબોધનમાં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો દુર કરવા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરવા પર સરકારના નિર્ણય વિશે દેશની જનતાને જણાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દેશનાં તમામ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં કરાયો વધારો, 15 ઓગસ્ટને લઈને અપાયા આદેશ


જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 37૦ની જોગવાઈને રદ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા જમ્મુ કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) બનાવવા અને આર્ટિકલ 370ની જોગવાઇને દૂર કરવા સંબંધિત બિલને કેન્દ્ર સરકારે બંને સદનોમાં બહુમતથી પાસ કરાવી લીધું છે. રાષ્ટ્રપતિથી મંજૂરી મળ્યા બાદ હવે આ બિલ કાયદાકીય રીતથી લાગુ કરવામાં આવી શકે છે.


આ પણ વાંચો:- જમ્મુ-કાશ્મીરઃ બકરા ઈદ અને જૂમ્માની નમાઝ અંગે રાજ્યપાલ સત્યપાલ મલિકે આપ્યા આ આદેશ


સત્તાવાર સૂચનામાં જણાવ્યું હતું કે, ‘ભારતના બંધારણની કલમ 370ના ખંડ 1ની સાથે વાંચેલી કલમ 370ના ખંડ 3 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ સંસદની ભલામણ પર આ ઘોષણા કરે છે કે 6 ઓગસ્ટ, 2019થી આ લેખની તમામ કલમો લાગુ નહીં થાય... માત્ર વિભાગ 1 ના.’


આ પણ વાંચો:- ઓટો ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ મળ્યા નાણામંત્રીને, GST ઘટાડવા અને રાહત પેકેજની કરી માગ


ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ સોમવારના રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જો આપતી બંધારણીય કલમ 370ની જોગવાઇને રદ કરવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. દિવસભરની ચર્ચા બાદ તે જ દિવસે બિલ રાજ્યસભામાંથી પાસ થયું હતું.


આ પણ વાંચો:- પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરનાં પત્ની સાથે કરાઈ 23 લાખની છેતરપિંડી


શાહએ મંગળારે આ બિલને લોકસભામાં રજૂ કર્યું. લોકસભામાં જમ્મુ કાશ્મીરના પુનર્ગઠન બિલ 2019 ભારે મતની સાથે પાસ થયું હતું. બિલના પક્ષમાં 367 વોટ પડ્યા જ્યારે વિપક્ષમાં 67 વોટ પડ્યા હતા. બંને સદનોથી બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિની પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. બુધવારના રાષ્ટ્રપતિએ બિલ પર હસ્તાક્ષર કર્યા હતા.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...