દેશનાં તમામ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં કરાયો વધારો, 15 ઓગસ્ટને લઈને અપાયા આદેશ

બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી દ્વારા એરપોર્ટમાં પ્રવેશતા તમામ વાહનોની કડક તપાસના આદેશ આપ્યા છે 
 

દેશનાં તમામ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં કરાયો વધારો, 15 ઓગસ્ટને લઈને અપાયા આદેશ

મુંબઈઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 કરાયા પછી અને ભારતનો સ્વતંત્રતા દિવસ આવી રહ્યો હોવાના કારણે દેશના તમામ એરપોર્ટ આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટ પર હોવાના જોખમને ધ્યાનમાં લઈને નાગર વિમાનન મંત્રાલયે કોઈ પણ અપ્રિય ઘટના રોકવા માટે કડક સુરક્ષા પ્રોટોકોલ બહાર પાડ્યા છે. 

ભારતનાં તમામ એરપોર્ટ્સની સુરક્ષાની જવાબદારી સંભાળતી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી દ્વારા આ આદેશ આપવામાં આવ્યા છે. જેના અનુસાર દેશનાં મોટા મહાનગરોના એરપોર્ટમાં પ્રવેશતા અને બહાર જતા તમામ વાહનોની એક કિમી દૂરથી તપાસ કરવાની રહેશે. સંપૂર્ણ ચકાસણી પછી જ વાહનને એરપોર્ટમાં પ્રવેશ આપવાનો રહેશે. 

નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી તમામ રાજ્યોને પણ એરપોર્ટ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવાના આદેશ અપાયા છે. ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આવતા ઓછામાં ઓછા 10 ટકા વાહનોની રેન્ડમલી 31 ઓગસ્ટ સુધી ગહન સુરક્ષા કરવાની રહેશે. આ ઉપરાંત મુંબઈ પોલીસને અહીં 24X7 કલાક પુરતી પોલીસ વ્યવસ્થા અને જરૂરી ઉપકરણો લગાવવાના પણ આદેશ અપાયા છે. 

10 ઓગસ્ટથી મુલાકાતીઓને પ્રવેશ બંધ
આગામી 10 ઓગસ્ટથી દેશના તમામ મોટા એરપોર્ટ પર મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. માત્ર કાયદેસરની ટિકિટ ધરાવતા પ્રવાસીને જ એરપોર્ટમાં પ્રવેશ આપવામાં આવશે અને તેની સાથેના સામાનની પણ પૂર્ણ તપાસ કરવામાં આવશે. મુલાકાતીઓના પ્રવેશનો આ પ્રતિબંધ સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ ગયા પછી એક સપ્તાહ સુધી લાગુ રહેશે. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news