પીએમ નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાનના પ્રવાસે છે. આજે તેમણે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આબુ રોડ ખાતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. અહીં આવવાની સાથે સાથે તેમણે એક વચન પણ પૂરું કર્યું. જે વાત 7 મહિના પહેલા અધૂરી રહી ગઈ હતી તેને અંજામ સુધી પહોંચાડી. વાત જાણે એમ હતીકે ગત વર્ષ 30 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીનો આ જ જગ્યા પર એક કાર્યક્રમ હતો. પરંતુ તેમને આવતા મોડું થઈ ગયું હતું. રાતે 10 વાગી ગયા હતા આથી તેઓ લાઉડ સ્પીકરનો પણ ઉપયોગ કરી શકે તેમ નહતા. આથી પીએમ મોદી લોકોને સંબોધન કરી શક્યા નહતા. તેમણે ઘૂંટણિયે  બેસીને જનતાની માફી માંગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપ્યું હતું વચન
પીએમ મોદીએ માઈકનો ઉપયોગ કરીને પોતાની કેટલીક વાતો રજૂ કરી. તેમણે મોડા આવવા બદલ માફી માંગીને વચન આપ્યું હતું કે તેઓ જલદી ફરીથી આવશે. ભારત માતાની જયના નારા લગાવ્યા બાદ પીએમ મોદી ઘૂંટણિયે  બેસી ગયા હતા અને માથું જમીને ટેકીને માફી માંગી. જનતાએ તાળીઓ સાથે તેમનું અભિવાદન કર્યું હતું. કઈ પણ કહ્યા વગર પીએમ મોદીએ જનતાના મન જીતી લીધા હતા. આજે તેમણે પોતાનું આ વચન નિભાવ્યું. 


PMની સામે ગહેલોતે કહ્યું- રાજસ્થાન ગુજરાતથી અગ્રેસર, મોદીએ ગેહલોતને ગણાવ્યા દોસ્ત


કર્ણાટકમાં આ 5 ફેક્ટર પલટી શકે છે બાજી, જાણો પરિણામ પર કેવી રીતે પાડશે અસર


કર્ણાટકમાં પક્ષો કેવી રીતે રમી રહ્યા છે જાતિવાદી ખેલ, જ્ઞાતિના રાજકારણનું ગણિત સમજો


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાન પહોંચ્યા હતા. પીએમ મોદીએ નાથદ્વારામાં રૂ. 5,500 કરોડથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું છે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર હતા. કર્ણાટકમાં આજે મતદાન છે હવે ચૂંટણીનો વારો રાજસ્થાનનો છે એટલે પીએમ મોદીએ રાજસ્થાન પર ફોકસ કરવાની શરૂઆત કરી છે. ગઈકાલે વસુંધરા રાજે જયપુરથી અમદાવાદ આવ્યા હતા અને બાદમાં આબુરોડ પહોંચ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube