નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના સતત વધતા કેસના કારણે દેશમાં ભારે લોકડાઉન (Lockdown)ને આગળ વધારવાને લઇને સૌકોઇની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર છે. શું પીએમ મોદી 14 એપ્રિલના ફરી એકવાર દેશને સંબોધિત કરી તેને વધારવાની જાહેરાત કરશે અથવા તે પહેલા આ વિશે કોઇ નિર્ણય સરકાર તરફથી આવશે? પીએમ મોદીની આવતીકાલ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વાર વાતચીત પણ થવાની છે. આ વાતચીત ખબુ મહત્વપૂર્ણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે દેશમાં કોરોના પીડિતોની સંખ્યા ઓછી હતી, ત્યારે 21 દિવસ માટે લોકડાઉન કર્યું હતું. આજ તો આ સંખ્યા 6700ને પાર પહોંચી ગઈ છે. તો શું લોકડાઉનમાં કોઈ પ્રકારની છૂટ આપવી જોઈએ? છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થયો છે. એવામાં આ લોકડાઉનને ઓછામાં ઓછા 14 દિવસ માટે હજુ વધારવું જોઇએ. ઘણા રાજ્યની સરકાર પણ આ વાતને સમર્થન આપી રહી છે.


ઓડિશાએ તો તેમના તરફથી રાજ્યમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી જાહેર કર્યું છે. પંજામબમાં આજે સરકારે લોક્ડાઉન/ કર્ફ્યૂ 1 મે સુધી વધાર્યું છે. આશા છે કે, અન્ય રાજ્ય સરકાર પણ આ પ્રકારના પલગા લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, દેશના લગભગ 400 જિલ્લા કોરોના ગ્રસ્ત છે. તો બીજી તરફ ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ નથી. એવામાં તે રાજ્યો અથવા જિલ્લામાં આતંરિક રીતે લોક્ડાઉન હટાવવું ન જોઇએ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube