જાણો, શું છે `પારિજાતના છોડ`નું મહત્વ, જેને PM મોદીએ રામ મંદિરમાં ઉગાડ્યું
કહેવામાં આવે છે કે પારિજાત વૃક્ષને દેવરાજ ઇંદ્રએ સ્વર્ગમાં ઉગાડ્યું હતું. તેના ફૂલ સફેદ રંગના અને નાના હોય છે. આ ફૂલ રાત્રે ખિલે છે અને સવારે છોડ પરથી જાતે જ પડી જાય છે. આ ફૂલ પશ્વિમ બંગાળનું રાજકીય પુષ્પ છે.
અયોધ્યા: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે ભૂમિપૂજન કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે રામ મંદિરના પ્રાંગણમાં પારિજાતનો છોડ ઉગાડ્યો. આવો જાણીએ કે શું છે આ છોડનું મહત્વ...
કહેવામાં આવે છે કે પારિજાત વૃક્ષને દેવરાજ ઇંદ્રએ સ્વર્ગમાં ઉગાડ્યું હતું. તેના ફૂલ સફેદ રંગના અને નાના હોય છે. આ ફૂલ રાત્રે ખિલે છે અને સવારે છોડ પરથી જાતે જ પડી જાય છે. આ ફૂલ પશ્વિમ બંગાળનું રાજકીય પુષ્પ છે.
રામ મંદિર પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
આ વૃક્ષને લઇને ઘણી હિંદુ માન્યતાઓ છે. કહેવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મીને પારિજાતના ફૂલ અત્યંત પ્રિય છે. પૂજા પાઠ દરમિયાન મા લક્ષ્મીને આ ફૂલ ચઢાવતાં તે પ્રસન્ન થાય છે. ખાસ વાત એ છે કે પૂજા પાઠમાં પારિજાતના તે ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે જે વૃક્ષ પરથી તૂટીને પડી જાય છે.
પારિજાત વિશે કહેવામાં આવે છે કે તેને કાન્હા સ્વર્ગ પરથી ધરતી પર લાવવામાં આવ્યું અને ગુજરાત (Gujarat) રાજ્યના દ્વારકા (Dwarka)માં લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અર્જુન દ્વારકાથી પારિજાત વૃક્ષ લઇ ગયા. આ વૃક્ષ 10 થી 30 ફૂટ સુધી ઉંચાઇવાળુ હોય છે. ખાસકરીને હિમાલય (Himalaya)ના તરાઇમાં પારિજાત મોટી સંખ્યામાં મળે છે. તેના ફૂલ, પાંદડા અને છાલનો ઉપયોગ ઔષધિ બનાવવામાં થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube