ભોપાલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ફેબ્રુઆરીના અંતિમ રવિવારે મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે જળ સંરક્ષણને લઇને વાત કરી અને મધ્ય પ્રદેશના બુદેલખંડની રહેવાસી બબીતા રાજપૂત (Babita Rajput)ની પ્રશંસા કરી. ત્યારબાદ બબીતા રાજપૂતે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100 મહિલાઓએ મળીને તળાવને નહેર સાથે જોડ્યું
મધ્યપ્રદેશના છતરપુરના ભેલ્દા ગામની મહિલાઓએ પહાડ કાપીને નહેરથી તળાવને જોડી દીધું. તેમાં તેમની પ્રેરણા બનેલી 19 વર્ષની બબીતા રાજપૂત, જેની પ્રશંસા પીએમ મોદીએ કરી છે. લગભગ 100થી વધુ મહિલાઓએ જળ સંવર્ધનના ક્ષેત્રમાં પર્માર્થ સમાજ સેવી સંસ્થાના સહયોગથી લગભગ 107 મીટર લાંબા પહાડને કાપીને એક એવો રસ્તો બનાવ્યો, જેથી તેમના ગામના તળાવમાં હવે પાણી ભરાવવા લાગ્યું અને તેમને ખુશહાલી જોવા મળી રહી છે. 

Auto પર બનાવ્યું એક લાખ રૂપિયામાં હાઇટેક ઘર, આનંદ મહિંદ્રાએ કરી મોટી ઓફર


18 મહિનામાં કાપ્યો 107 મીટર લાંબો પહાડ
પહેલાં પહાડો દ્રારા વરસાદનું પાણીને વહીને નિકળી જતું હતું અને તેના લીધે 10 વર્ષ પહેલાં બુંદેલખંડ પેકેજ 40 એકરમાં બનેલા તળાવમાં વરસાદનું પાણી પહોંચી રહ્યું ન હતું અને તળાવ ખાલી પડ્યું હતું. ત્યારબાદ બબીતા રાજપૂતે ગામની મહિલાઓને પ્રેરિત કરી અને વન વિભાગ સામે સામંજસ્ય સ્થાપિત કરી 107 મીટરના પહાડના કાપવામાં આવ્યો. હવે આ તળાવમાં પાણી ભરેલું રહે છે અને સુકા કુવામાં પણ પાણી આવી ચૂક્યા છે. આ ઉપરાંત જે હેન્ડપંપ સુકાઇ ગયા હતા, હવે તે પણ પાણી આપવા લાગ્યા છે. 100થી વધુ મહિલાઓને શ્રમદાન કરીને પોતાના ગામની ખુશહાલી માટે મહેનત કરી અને 18 મહિનામાં તેમના ગામમાં ખુશી પરત ફરી. 

Exclusive Video: PM Modi સામાન્ય વ્યક્તિની માફક પહોંચ્યા AIIMS, આપ્યો મોટો સંદેશ


પીએમ મોદીએ કરી બબીતા રાજપૂતની કરી પ્રશંસા
પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું 'બબીતા રાજપૂતનું ગામ બુંદેલખંડમાં છે. તેમના ગામની પાસે એક તળાવ હતું, જે સુકાઇ ગયું હતું. તેમણે ગામની જ બીજી મહિલાઓ સાથે લીધે અને તળાવ સુધી પાણી લઇ જવા માટે એક નહેર બનાવી દીધી. આ નહેરથી વરસાદનું પાણી સીધું તળાવમાં જવા લાગ્યું અને હવે આ તળાવ પાણીથી ભરાયેલું રહે છે. અગરૌઠા ગામની બબીતા જે કરી રહી છે, તેનાથી તમને બધાને પ્રેરણા મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જળ સંરક્ષણ ફક્ત સરકાર જ નહી, પરંતુ સામૂહિક જવાબદારી અને તેને દેશના નાગરિકોને સમજવા પડશે.' 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube