PM મોદીએ કહ્યું- ભાજપમાં માત્ર એક જ વ્યક્તિ જે મને ખખડાવી શકે છે
લોકસભા અધ્યક્ષના રૂપમાં સુમિત્રા મહાજનને કુશળ સદન સંચાલનની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રમૂજી અંદાજમાં કહ્યું કે, ભાજપમાં માત્ર મહાજન જ છે જે મને ખખડાવી શકે છે.
ઇન્દોર: લોકસભા અધ્યક્ષના રૂપમાં સુમિત્રા મહાજનને કુશળ સદન સંચાલનની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રમૂજી અંદાજમાં કહ્યું કે, ભાજપમાં માત્ર મહાજન જ છે જે મને ખખડાવી શકે છે. મોદીએ આ વાત ભાજપની ચૂંટણી સભામાં કહી, લોકસભાના સ્પીકર તરીકે તાઈ (મહાજનનું લોકપ્રિય નામ અને મરાઠીમાં મોટી બહેનનું સંબોધન)એ મોટી કુશળતા અને સંયમથી કામ કર્યું છે. આ કારણે તેમણે દરેક લોકોના મન પર તેમની કાયમી છાપ છોડી છે.
વધુમાં વાંચો: છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર ચૂંટણી પંચની કાર્યવાહી, બાંકુરા DMને હટાવ્યા
તેમણે મંચ પર મહાજનની હાજરીમાં કહ્યું કે, તમે બધા (દર્શકો) મને વડાપ્રદાનના રૂપમાં ઓળખો છો. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે અમારી પાર્ટીમાં જો કોઇ મને ખખડાવી શકે છે, તો તે તાઈ જ છે. મોદીએ કહ્યું કે, મેં અને તાઈએ ભાજપ સંગઠનમાં સાથે-સાથે કામ કર્યું છે. કામ પ્રત્યે તેમનું સમર્પણને ધ્યાનમાં રાખતા હું ઇન્દોરને વિશ્વાસ અપાવું છું કે, શહેરના વિકાસના મામલે તાઈની કોઇપણ ઇચ્છા અધૂરી રહેશે નહીં.
વધુમાં વાંચો: કર્ણાટક: કોંગ્રેસ અને JDS વચ્ચે ટેંશન વધ્યું, સિદ્ધરમૈયાને CM બનાવવાની માંગ પ્રબળ બની
મહાજન (76) ઇન્દોર સીટથી વર્ષ 1989થી 2014ની વચ્ચે સતત આઠ વખત ચૂંટણી જીત્યા છે. પરંતુ 75 વર્ષથી વધારે ઉંમરના નેતાઓ ચૂંટણી ન લડી શકવાના કારણે ભાજપની નીતિગત નિર્ણયને લઇને મીડિયામાં સમાચાર આવ્યા બાદ તેમણે 5 એપ્રિલે જાહેરાત કરી હતી કે, તેઓ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે નહીં.
વધુમાં વાંચો: દિગ્વિજય પોતે જ ન કરી શક્યા મતદાન, ખેદ વ્યક્ત કરી કહ્યું આવતા વખતે કરીશ મતદાન
લાંબા વિલાપ બાદ ભાજપે પાર્ટીના સ્થાનીક નેતા શંકર લાલવાણી (57)ને મહાજનના ચૂંટણી ઉત્તરાધિકારી બનાવતા ઇન્દોરની ટિકિટ આપી છે. ઇન્દોર વિકાસ પ્રાધિકરણ (આઇડીએ)ના ચેરમન અને ઇન્દોર નગર નિગમના સભાપતિ રહી ચૂકેલા લાલવાણી તેમના રાજકીય કરિયરની પહેલી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે.
વધુમાં વાંચો: UPમાં મહિલા નેતાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, પ્રિયંકા પર અપમાનનો આરોપ
ઇન્દોર લોકસભા વિસ્તારમાં 19 મેના મતદાન થશે. આ વિસ્તારમાં મુખ્ય ચૂંટણી મુકાબલો લાલવાણી અને કોંગ્રેસ ઉમેદવાર પંકજ સંઘવીની વચ્ચે થશે. જ્યાં લગભગ 23.5 લાખ લોકોને મતદાન કરવાનો અધિકાર હાંસલ છે.
જુઓ Live TV:-