સનાતનના સન્માનમાં, ભાજપ ઉતરશે મેદાનમાં, મંત્રીઓને PM મોદીએ કહ્યું- મજબૂતીથી જવાબ આપો
પીએમ મોદીએ કેબિનેટ બેઠક દરમિયાન મંત્રીઓને કહ્યું કે તે સનાતન ધર્મવાળા વિવાદમાં વિપક્ષને જવાબ આપે. તેમણે કહ્યું કે ઈન્ડિયા વિરુદ્ધ ભારતની જગ્યાએ આ મુદ્દા પર વધુ ધ્યાન આપે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠક દરમિયાન બુધવારે મંત્રીઓને સંદેશ આપ્યો કે સનાતન ધર્મ પર શરૂ થયેલા વિવાદમાં તર્કની સાથે જવાબ આપો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ઈન્ડિયા અને ભારતને શરૂ થયેલા વિવાદની જગ્યાએ સનાતન ધર્મવાળા વિવાદ પર વધુ વાત કરો. તેમણે મંત્રીઓને કહ્યું કે સનાતન ધર્મ પર વિપક્ષી નેતાઓ તરફથી કરવામાં આવી રહેલા હુમલાનો પૂરા તર્ક સાથે જવાબ આપવામાં આવે. તે માટે અભ્યાસ કરો અને સાચા તથ્યોની સાથે આકરો જવાબ આપો. સ્પષ્ટ છે તે તમિલનાડુના ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન અને પછી કોંગ્રેસ, આપ, આરજેડી જેવી ઘણી પાર્ટીઓના નિવેદનને ભાજપ મુદ્દો બનાવવા માટે તૈયાર છે.
ભાજપના સૂત્રોનું કહેવું છે કે પાર્ટી 2024માં આ મુદ્દાને બનાવવાનો પ્રયાસ કરશે. તેવા સમયે જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. આ સમયે ભાજપના હાથમાં આ મુદ્દો પકડાવી દેશો વિપક્ષની રણનીતિમાં ચૂક થઈ શકે છે. પીએમ મોદીએ મંત્રીઓને કહ્યું- ઈતિહાસમાં ન જાવ અને બંધારણની મર્યાદામાં રહી તથ્યો પર વાત કરો. આ મામલામાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી બોલો. બંધારણની મર્યાદામાં રહીને બોલવાની તેમની સલાહનો અર્થ તે પણ છે કે કોઈ અન્ય ધર્મ પર ટિપ્પણી ન કરો. તેની જગ્યાએ વિપક્ષને સનાતન પર જવાબ આપો.
આ પણ વાંચોઃ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સૂચવ્યું BHARAT નું ફૂલ ફોર્મ, વિપક્ષને આપી નામ બદલવાની સલાહ
પીએમ મોદીએ ભારત વિરુદ્ધ ઈન્ડિયા મુદ્દા પર પણ સંભાળીને બોલવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે આ મામલામાં સત્તાવાર પ્રવક્તા કે પાર્ટી જેને જવાબદારી આપે તે લોકો વાત રાખે. દરેક આ મુદ્દા પર જવાબ આપવાથી બચે. નોંધનીય છે કે પહેલા અમિત શાહે ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર હુમલો કર્યો હતો. ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને પછી લોકસભા ચૂંટણીમાં ભાજપ આ મુદ્દાને બનાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ તરફથી ઉદયનિથિના નિવેદનની ટીકા કરવામાં આવી નથી. આ સિવાય પ્રિયાંક ખગડે જેવા નેતાઓએ તેનું સમર્થન કર્યું છે.
દક્ષિણમાં ઉભો થયો મુદ્દો, આખા દેશમાં નક્કી કરી શકે છે રાજનીતિની દિશા
આ મુદ્દા બાદ ભાજપ વધુ આક્રમક થઈ શકે છે. દક્ષિણ ભારતમાંથી ઉભો થયેલો મુદ્દો આવનારા સમયમાં સમગ્ર ભારતની રાજકીય દિશા નક્કી કરે તો ચોકી જવું નહીં. હકીકતમાં ભાજપ આ નિવેદનના બહાને ખુદને સનાતન ધર્મના રક્ષક તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube