BHARAT Full Form: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સૂચવ્યું BHARAT નું ફૂલ ફોર્મ, વિપક્ષને આપી નામ બદલવાની સલાહ
ભારત અને ઈન્ડિયા નામ વચ્ચે ચાલી રહેલી ચર્ચામાં એક નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના સાંસદ શશિ થરુરે વિપક્ષી ગઠબંધનને નવા નામનું સૂચન કર્યું છે.
Trending Photos
ભારત અને ઈન્ડિયા નામ વચ્ચે ચાલી રહેલી ચર્ચામાં એક નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના સાંસદ શશિ થરુરે વિપક્ષી ગઠબંધનને નવા નામનું સૂચન કર્યું છે. તેમણે BHARAT નું ફૂલ ફોર્મ રજૂ કર્યું છે. થરુરનું કહેવું છે કે કદાચ સત્તાધારી પક્ષ ત્યારબાદ નામ બદલવાનો ખેલ બંધ કરી દે. એવી અટકળો છે કે સરકાર પાંચ દિવસના સંસદીય સત્ર દરમિાયન બંધારણ સંશોધન બિલ રજૂ કરી શકે છે. જો કે હજુ સુધી સત્રના એજન્ડાને લઈને સરકારે ખુલીને કશું કહ્યું નથી.
થરુરે રજૂ કર્યું ફૂલ ફોર્મ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર શશિ થરુરે લખ્યું કે આપણે પોતાને અલાયન્સ ફોર Betterment, Harmony And Responsible Advancement for Tomorrow (BHARAT) કહી શકીએ છીએ. અત્રે જણાવવાનું કે વિપક્ષે ગઠબંધનનું નામ Indian National Developmental Inclusive Alliance (INDIA) રાખવામાં આવ્યું છે.
We could of course call ourselves the Alliance for Betterment, Harmony And Responsible Advancement for Tomorrow (BHARAT).
Then perhaps the ruling party might stop this fatuous game of changing names.
— Shashi Tharoor (@ShashiTharoor) September 6, 2023
જયરામ રમેશના દાવાથી ખળભળાટ
અત્રે જણાવવાનું કે કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવન તરફથી 9 સપ્ટેમ્બરના રોજ જી20 સંમેલનના ડિનર માટે જે આમંત્રણ મોકલવામાં આવ્યું છે તે પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારતના નામથી મોકલવામાં આવ્યું છે. તેમણે અહીં ભારતીય બંધારણની કલમ 1નો પણ ઉલ્લેખ કર્યો છે જે દેશના નામને વર્ણિત કરે છે.
So the news is indeed true.
Rashtrapati Bhawan has sent out an invite for a G20 dinner on Sept 9th in the name of 'President of Bharat' instead of the usual 'President of India'.
Now, Article 1 in the Constitution can read: “Bharat, that was India, shall be a Union of States.”…
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023
અનેક સાંસદો કરી ચૂક્યા છે માગણી
સોમવારે એવા સમાચાર આવ્યા કે ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે ભારતના બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ હટાવવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે ઈન્ડિયા શબ્દ ગુલામીનો પર્યાય છે અને બંધારણ સંશોધનથી તેને હટાવી દેવો જોઈએ. હરનાથ સિંહ જેવી જ વાત નરેશ બંસલે પણ કરી છે. આ સાસંદોનું માનવું છે કે કોઈ દેશના બે નામ હોઈ શકે ખરા? આ સાંસદોનું એવું પણ માનવું છે કે ઈન્ડિયા ગુલામીનું પ્રતિક છે જ્યારે ભારત આપણા વારસાની ઓળખ છે.
સીએમ હિમંતાની ટ્વીટ
આ બધી અટકળો વચ્ચે જ્યારે આ મુદ્દા પર ચર્ચા વધવા લાગી અને વિપક્ષના નેતાઓની પ્રતિક્રિયા સામે આવવા લાગી તો અસમના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ એક ટ્વીટ કરીને કહ્યું કે ભારત ગણરાજ્ય- ખુશી અને ગર્વ છે કે આપણી સભ્યતા સાહસપૂર્વક અમૃતકાળ તરફ આગળ વધી રહી છે.
REPUBLIC OF BHARAT - happy and proud that our civilisation is marching ahead boldly towards AMRIT KAAL
— Himanta Biswa Sarma (@himantabiswa) September 5, 2023
RSS એ પણ કહ્યું-દેશનું એક નામ, ફક્ત ભારત હોય
આ રહી બે દિવસની વાત પરંતુ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે પણ શુક્રવારે કહ્યું હતું કે ઈન્ડિયાની જગ્યાએ ભારતનો ઉપયોગ થવો જોઈએ. તેમણે લોકોને તે પોતાની આદતમાં સામેલ કરવાની પણ અપીલ કરી. તેમણે કહ્યું કે ભારત નામ પ્રાચીનકાળથી ચાલતું આવ્યું છે અને તેને આગળ વધારવું જોઈએ. ભાગવત શુક્રવારે સકલ જૈન સમાજના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણા દેશનું નામ સદીઓથી ભારત રહ્યું છે. ભાષા કોઈ પણ હોય, પણ નામ એક જ રહે છે.
નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૃતકાળના પાંચ વ્રતો પર ભાર આપતા કહ્યું હતું કે તેમાંથી એક ગુલામી માનસિકતાથી મુક્તિ પણ સામેલ છે. આ દિશામાં સરકારેઅનેક પગલાં ભર્યા છે. જેમાં શિક્ષણ નીતિમાં ફેરફારથી લઈને પ્રતિકોને હટાવવા. ગુલામી સંબંધિત રસ્તાઓ અને સ્થાનોના નામ બદલવા, ઔપનિવેશિક સત્તા સાથે જોડાયેલા લોકોની મૂર્તિઓ હટાવવી અને પ્રમુખ (ઐતિહાસિક) ભારતીયોની મૂર્તિઓ સામેલ કરવું એ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે