UP માં પહેલાં માફિયારાજ હતું, યોગીજીએ ગુંડાઓને યોગ્ય જગ્યાએ પહોંચાડ્યા: PM મોદી
યુપીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં સતત પ્રવાસ કરી રહ્યા છે. આજે તેઓ પ્રયાગરાજમાં છે. અહીં તેમણે મહિલા સશક્તિકરણ સંમેલનમાં ભાગ લીધો.
નવી દિલ્હી: યુપીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં સતત પ્રવાસ કરી રહ્યા છે. આજે તેઓ પ્રયાગરાજમાં છે. અહીં તેમણે મહિલા સશક્તિકરણ સંમેલનમાં ભાગ લીધો તથા કાર્યક્રમમાં તેમણે સ્વયં સહાયતા સમૂહના 1 લાખ 60 હજાર સભ્યોના ખાતામાં એક હજાર કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ ફંડ ટ્રાન્સફર કર્યું. આ ઉપરાંત પીએમએ મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ એક લાખ એક હજાર લાભાર્થીઓના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં વિકાસ માટે મહિલા સશક્તિકરણ માટે જે કામ થયું છે તે સમગ્ર દેશ જોઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે હવે યુપીના વિકાસના પ્રવાહને કોઈ રોકી શકશે નહીં.
પીએમ મોદીએ કહ્યું કે દાયકાઓ સુધી એવી વ્યવસ્થા રહી કે ઘર અને ઘરની સંપત્તિને ફક્ત પુરુષોનો જ અધિકાર સમજવામાં આવતો, ઘર છે તો કોના નામે? પુરુષોના નામે. ખેતર છે તો કોના નામે? પુરુષોના નામે. નોકરી, દુકાન પર કોનો હક? પુરુષોનો. આજે અમારી સરકારની યોજનાઓ, આ અસમાનતાને પણ દૂર કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના તેનું સૌથી મોટું ઉદાહરણ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ઘર અપાઈ રહ્યા છે તે પ્રાથમિકતાના આધારે મહિલાઓના નામ પર જ બની રહ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વચ્છ ભારત મિશન હેઠળ કરોડો શૌચાલય બનવાથી, ઉજ્વલા યોજના હેઠળ ગરીબમાં ગરીબ બહેનોને ગેસ કનેક્શનની સુવિધા મળવાથી અને ઘરમાં જ નળથી જળ આવવાથી બહેનોના જીવનમાં સુવિધા પણ આવી રહી છે અને તેમની ગરિમામાં પણ વૃદ્ધિ થઈ છે.
રાહુલ ગાંધીએ કહ્યું-2014 પહેલા 'લિંચિંગ' શબ્દ નહતો, BJP એ 1984ના તોફાનોની યાદ અપાવી
પીએમ મોદીએ કહ્યું કે અમે ગર્ભવતી મહિલાઓના રસીકરણ, હોસ્પિટલમાં ડિલિવરી અને ગર્ભાવસ્થા દરમિયાન પોષણ પર વિશેષ ધ્યાન આપ્યું. પ્રધાનમંત્રી માતૃવંદન યોજના હેઠળ ગર્ભાવસ્થા દરમિયાન 5 હજાર રૂપિયા મહિલાઓના ખાતામાં જમા કરાય છે. જેથી કરીને તે યોગ્ય ખાણીપીણીનું ધ્યાન રાખી શકે. દીકરીઓ કોખમાં જ ન મારવામાં આવે, તેઓ જન્મ લે તે માટે અમે બેટી બચાવો, બેટી પઢાવો, અભિયાનના માધ્યમથી સમાજની ચેતનાને જગાડવાનો પ્રયત્ન કર્યો. આજે પરિણામ એ છે કે દેશના અનેક રાજ્યોમાં દીકરીઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે.
પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશની મહિલાઓએ, માતાઓ-બહેનો-દીકરીઓએ નક્કી કરી લીધુ છે. હવે તેઓ પહેલાની સરકારોવાળો દોર પાછો નહીં આવવા દે. ડબલ એન્જિનની સરકારે યુપીની મહિલાઓને જે સુરક્ષા આપી છે, જે સન્માન આપ્યું છે તેમની ગરીમા વધારી છે તે અભૂતપૂર્વ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે યુપીમાં વિકાસ માટે, મહિલાઓના સશક્તિકરણ માટે જે કામ થયું છે તે સમગ્ર દેશ જોઈ રહ્યો છે. તેમણે કહ્યું કે હાલ અહીં મને મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજનાની એક લાખથી વધુ લાભાર્થી દીકરીઓના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ યોજના ગામ-ગરીબો માટે, દીકરીઓ માટે ભરોસાનું ખુબ મોટું માધ્યમ બની રહી છે.
Drugs મામલે પંજાબ સરકારની મોટી કાર્યવાહી, દિગ્ગજ અકાલી નેતા વિરુદ્ધ FIR દાખલ
તેમણે કહ્યું કે પ્રયાગરાજ હજારો વર્ષોથી આપણી માતૃશક્તિના પ્રતિક મા ગંગા-યમુના-સરસ્વતીના સંગમની ધરતી રહી છે. આજે આ તીર્થ નગરી નારી શક્તિના આટલા અદભૂત સંગમની પણ સાક્ષી બની રહી છે.
સમગ્ર દુનિયા માટે ચેતવણી! જાણો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને કર્યો ફોન, આ મુદ્દા પર થઈ વાતચીત
યોગીજીએ યોગ્ય ઠેકાણે પહોંચાડ્યા
પીએમ મોદીએ કહ્યું કે 5 વર્ષ પહેલા યુપીના રસ્તાઓ પર માફિયારાજ હતું. યુપીની સત્તામાં ગુંડાઓની ધાક રહેતી હતી. તેનાથી સૌથી વધુ કોણે ભોગવવું પડતું હતું. મારી યુપીની બહેન દીકરીઓ ભોગવતી હતી. તેમના માટે રસ્તાઓ પર નીકળવું મુશ્કેલ બનતું હતું, શાળાઓ કોલેજમાં જવું મુશ્કેલ થતું હતું. તમે કશું બોલી શકતા નહતા, કરી શકતા નહતા. કારણ કે પોલીસ સ્ટેશન ગયા તો અપરાધી, બળાત્કારીની ભલામણમાં કોઈનો ફોન આવી જતો હતો. યોગીજીએ આ ગુંડાઓને તેમની યોગ્ય જગ્યાએ પહોંચાડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube