રાહુલ ગાંધીએ કહ્યું-2014 પહેલા 'લિંચિંગ' શબ્દ નહતો, BJP એ 1984ના તોફાનોની યાદ અપાવી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પંજાબ અને દેશના કેટલાક ભાગમાં ભીડ દ્વારા પીટાઈ કરીને કથિત રીતે મારી નાખવાની (Mob Lynching)  હાલની ઘટનાઓની પૃષ્ઠભૂમિનો હવાલો આપતા આરોપ લગાવ્યો છે કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સરકાર બનતા પહેલા 'લિંચિંગ' શબ્દ સાંભળવામાં નહતો આવતો. 

રાહુલ ગાંધીએ કહ્યું-2014 પહેલા 'લિંચિંગ' શબ્દ નહતો, BJP એ 1984ના તોફાનોની યાદ અપાવી

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પંજાબ અને દેશના કેટલાક ભાગમાં ભીડ દ્વારા પીટાઈ કરીને કથિત રીતે મારી નાખવાની (Mob Lynching)  હાલની ઘટનાઓની પૃષ્ઠભૂમિનો હવાલો આપતા આરોપ લગાવ્યો છે કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સરકાર બનતા પહેલા 'લિંચિંગ' શબ્દ સાંભળવામાં નહતો આવતો. 

તેમણે 'થેંક્યૂ મોદીજી' હેશટેગ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ટ્વીટ કરી, '2014 પહેલા 'લિંચિંગ' શબ્દ સાંભળવામાં નહતો આવતો'. રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં શું લખ્યું તે વાંચો...

Before 2014, the word ‘lynching’ was practically unheard of. #ThankYouModiJi

— Rahul Gandhi (@RahulGandhi) December 21, 2021

નોંધનીય છે કે ગત રવિવારે પંજાબના કપૂરથલાના નિઝામપુર ગામમાં એક ગુરુદ્વારામાં શીખ ધર્મના નિશાન સાહિબ (ધ્વજ) નો અનાદર કરવાના આરોપમાં એક અજાણી વ્યક્તિને ભીડે પીટાઈ કરીને મોતને ઘાટ ઉતારી દીધો. આ અગાઉ અમૃતસરના સુવર્ણ મંદિરમાં શનિવારે કથિત ગેરવર્તણૂંકને લઈને ભીડે એક અન્ય વ્યક્તિની પીટાઈ કરીને કથિત રીતે જીવ લઈ લીધો હતો. 

ભાજપનો જવાબ
ત્યારબાદ હવે ભાજપે આ મામલે જવાબ આપ્યો છે. ભાજપના નેતા અમિત માલવિયે રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસ પાર્ટીને 1984માં થયેલા રમખાણોની યાદ અપાવતા નિશાન સાધ્યું છે. 

— Amit Malviya (@amitmalviya) December 21, 2021

રાહુલ ગાંધી પર પલટવાર
ભાજપના આઈટી સેલના પ્રભારી અમિત માલવિયે આ અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'બગડેલું બાળક' ગણાવ્યા હતા. હકીકતમાં રાહુલ ગાંધી અને એક પત્રકારના સવાલ જવાબની ક્લિપ પર પ્રતિક્રિયા આપતા તેમણે ટ્વિટર પર લખ્યું કે 'રાહુલ ગાંધી, બગડેલું બાળક, સંસદમાં વિધ્ન નાખનારા વિપક્ષ અંગે સવાલ પૂછવામાં આવે તો પત્રકારને ચૂપ કરાવી દે છે.' આ વીડિયો પર અમિત માલવિયે એમ પણ લખ્યું કે સરકારે વિપક્ષી દળોને ચર્ચા માટે કહ્યું પરંતુ કોંગ્રેસ સહિત અન્ય પક્ષ ચર્ચા  કરવા ન આવ્યા. કોંગ્રેસ અને રાહુલ ગાંધી ચર્ચા કરવામાં અસક્ષમ છે. આથી કાર્યવાહીમાં વિધ્ન નાખે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news