ન્યૂયોર્ક : વડાપ્રધાન મોદીએ (Narendra modi) સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UNGA) પોતાનુ સંબોધન રાષ્ટ્રપિતામહાત્મા ગાંધીના નામ સાથુ ચાલુ કર્યું. ભાષણની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ જેવું સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવા મુદ્દે ભારતના પ્રયાસો અંગે વાત કરી તો સમગ્ર યુએનજીએની સભા તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UNમાં PM મોદી: આતંકવાદ મુદ્દે વિખરાઇ જતું વિશ્વ યાદ રાખે અમે યુદ્ધ નહી બુદ્ધ આપ્યા છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અધ્યક્ષ મહોદય જ્યારે અહીં આવી રહ્યો હતે ત્યારે યુએનનાં ભવન પર લખ્યું હતું No more single use plastics (સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પ્રયોગ ન કરો). મને અહીં જણાવતા આનંદ થાય છે કે આ સમયે સમગ્ર ભારત સિંગલયુઝ પ્લાસ્ટિકને બંધ કરવા માટે એક અભિયાન ચલાવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આટલું કહેતા જ સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. તાળીઓના કારણે વડાપ્રધાન મોદીએ થોડી સેકન્ડો માટે પોતાનું ભાષણ અટકાવવું પડ્યું હતું.


કાશ્મીરના વિકાસ માટે ઝડપથી કામ કરી રહી છે મોદી સરકાર, વેપારીઓનાં "અચ્છે દિન"
ઉડતા મોત તરીકે ઓળખાતુ ચિત્તા હેલિકોપ્ટર ભૂટાનમાં ક્રેશ, 2 પાયલોટ શહીદ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વના સૌથી મોટી લોકશાહીમાં વિશ્વના સૌથી વધારે લોકોએ મત આપીને મને મારી સરકારને પહેલાથી વધારે મજબુત જનાદેશ આપ્યો. આ જનાદેશના કારણે આજે હું ફરીએકવાર અહીં છું.યુએનજીએમાં વડાપ્રધાને કહ્યું કે, આગામી 5 વર્ષોમાં જળ સંરક્ષણ પર ભાર આપવાની સાથે જ 15 કરોડ ઘરોને પાણીના સપ્લાઇ સાથે જોડવાનાં છીએ. 2022માં જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાનાં 75 વર્ષ મનાવશે ત્યા સુધીમાં અમે ગરીબો માટે 2 કરોડ મકાનોનું નિર્માણ કરવાનાં છીએ.


બાબરી વિધ્વંસ કેસ: કલ્યાણસિંહ પર કાવત્રા હૈઠળ વૈમનસ્ય ફેલાવવાનો ખટલો ચલાવ્યો, જામીન મંજુર
વડાપ્રધાને કહ્યું કે, અમારા દેશની સંસ્કૃતી હજારો વર્ષ જુની છે. જેની પોતાની જીવંત પરંપરાઓ છે, જે વૈશ્વિક સપનાઓને પુર્ણ કરવાનાં પ્રયાસો કરી રહી છે. અમારા સંસ્કાર, અમારી સંસ્કૃતી, જીવનમાં શીવના દર્શન કરવાની છે.