ઉડતા મોત તરીકે ઓળખાતુ ચિત્તા હેલિકોપ્ટર ભૂટાનમાં ક્રેશ, 2 પાયલોટ શહીદ
ઇન્ડિયન આર્મીનું એક ચિત્તા હેલિકોપ્ટર ભૂટાનમાં ક્રેશ થતા લેફ્ટિનેંટ કર્નલ રેંકના એક પાયલોટ, જ્યારે એક ભૂટાની પાયલોટ શહીદ
Trending Photos
નવી દિલ્હી : ભારતીય સેનાનું એક ચિત્તા હેલિકોપ્ટર ભૂટાનમાં ક્રેસ થઇ ગયું હતું. જેમાં બંન્ને પાયલોટ શહીદ થઇ ગયા. સુત્રો અનુસાર આ દુર્ઘટનામાં શહીદ થનારા પાયલોટમાં એક લેફ્ટિનેંટ કર્નલ રેન્કના અધિકારીનો સમાવેશ થાય છે. બીજી વ્યક્તિ ભૂટાની હતા જે ભારતીય સેના સાથે ટ્રેનિંગ લઇ રહ્યા હતા. ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે હેલિકોપ્ટર સાથેનો અચાનક સંપર્ક તુટી ગયો તો. ચીત્તાએ ખિરમૂ (અરૂણાચલપ્રદેશ) થી યોંગાફુલ્લા માટે ઉડ્યન કરી હતી. જો કે અચાનક સંપર્ક તુટી જતા તે ક્રેશ થયું હતું. તેનો કાટમાળ મળી આવ્યો છે.
બાબરી વિધ્વંસ કેસ: કલ્યાણસિંહ પર કાવત્રા હૈઠળ વૈમનસ્ય ફેલાવવાનો ખટલો ચલાવ્યો, જામીન મંજુર
ચિત્તાને ડેથ ટ્રોપ કહેવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 80ના દશકથી ઉપયોગમાં રહેલા ચીત્તા હેલિકોપ્ટરને હવે ડેથ ટ્રેપ પણ કહેવામાં આવે છે. આર્મી અધિકારીઓ લાંબા સમયથી તેને હટાવવાની માંગ કરી રહ્યા છે. આ હેલિકોપ્ટર આજે પણ 60ના દશકની ટેક્નોલોજી સાથે ઉડ્યન કરી રહ્યા હતા. ચીત્તા હેલિકોપ્ટર પોતાની નિશ્ચિત સમયસીમાથી વધારે સેવા આપી ચુક્યું છે.
Video: કુપવાડા પાસે LoC પર ઘૂસણખોરી કરતા જોવા મળ્યા 5-6 પાકિસ્તાની આતંકી
ભારતીય સેના પાસે આશરે 170 જેટલા ચીત્તા અને ચેતક હેલિકોપ્ટર છે. 1990માં જ તેનું પ્રોડક્શન અટકાવી દેવામાં આવ્યું હતું. ફ્રાંસની જે સરકારી કંપનીના લાઇસન્સ પર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે આ હેલિકોપ્ટર બનાવી રહી હતી તે કંપની જ 2000માં બંધ થઇ ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ 8 અપાચે મોડેલનાં હેલિકોપ્ટરનો સેનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે