બાબરી વિધ્વંસ કેસ: કલ્યાણસિંહ પર કાવત્રા હૈઠળ વૈમનસ્ય ફેલાવવાનો ખટલો ચલાવ્યો, જામીન મંજુર

અયોધ્યામાં વિવાદિત ઢાંચા મુદ્દા ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને (Kalyan Singh) સીબીઆઇ વિશેષ કોર્ટથી જામીન મળી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને 2 લાખ રૂપિયાના જાતજામીન પર આપી દીધી છે. આ અગાઉ કોર્ટે આ મુદ્દે કલ્યાણ સિંહની વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. કલ્યાણ સિંહ પર આઇપીસીની કલમ 153એ, 153બી, 195એ , 505 અને 120બી હેઠળ આરોપો નક્કી કરવામાં આવ્યા છે. બીજી તરફ કલમ 147 અને 149ની કલમ અન્ય આરોપીઓ પર લાગી છે.
બાબરી વિધ્વંસ કેસ: કલ્યાણસિંહ પર કાવત્રા હૈઠળ વૈમનસ્ય ફેલાવવાનો ખટલો ચલાવ્યો, જામીન મંજુર

લખનઉ : અયોધ્યામાં વિવાદિત ઢાંચા મુદ્દા ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને (Kalyan Singh) સીબીઆઇ વિશેષ કોર્ટથી જામીન મળી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને 2 લાખ રૂપિયાના જાતજામીન પર આપી દીધી છે. આ અગાઉ કોર્ટે આ મુદ્દે કલ્યાણ સિંહની વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. કલ્યાણ સિંહ પર આઇપીસીની કલમ 153એ, 153બી, 195એ , 505 અને 120બી હેઠળ આરોપો નક્કી કરવામાં આવ્યા છે. બીજી તરફ કલમ 147 અને 149ની કલમ અન્ય આરોપીઓ પર લાગી છે.

Video: કુપવાડા પાસે LoC પર ઘૂસણખોરી કરતા જોવા મળ્યા 5-6 પાકિસ્તાની આતંકી 
હવે સીબીઆઇ વિશેષ જજ અયોધ્યા પ્રકરણની કોર્ટમાં કલ્યાણસિંહ પર કેસ ચાલશે. આ મુદ્દે સાક્ષી હાલ ટ્રાયલ પર ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટનાં નિર્દેશક પર વિશેષ કોર્ટ રોજ આ મુદ્દે સુનાવણી કરી રહ્યું છે. આ મુદ્દે રોજ સાક્ષીઓનાં નિવેદનો નોંધાઇ રહ્યા છે.

સર્વ પિતૃ અમાસ પર 20 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ, જાણી લો કેવી રીતે પિતૃઓને ખુશ કરશો
અત્રે ઉલ્લેખનીય છે કે, કલ્યાણસિંહ શુક્રવારે બપોરે 12 વાગ્યે કોર્ટમાં હાજર થયા હતા, જ્યાંત તેમની તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી. જે અંગે સુનવણી કરતા કોર્ટે તેમને જામીન આપ્યા. સીબીઆઇ કોર્ટમાંથી નિકળતા સમયે કલ્યાણસિંહે કહ્યું કે, કોર્ટે તેમને સમન ઇશ્યું કર્યું હતું, માટે તેઓ હાજર થવા માટે આવ્યા. રામ મંદિર પર સ્ટેડન્ડના સવાલ અંગે કલ્યાણ સિંહે કહ્યું કે, તેઓ કોર્ટમાં જણાવશે કે તેમનું સ્ટેન્ડ શું છે.

UNGAમાં ભાષણ પૂર્ણ કરી નીકળી જશે PM મોદી, નહીં સાંભળે ઇમરાન ખાનની સ્પીચ
કલ્યાણસિંહના વકીલ કે.કે મિશ્રાએ પણ સ્પષ્ટ રીતે જણઆવ્યું કે, કોર્ટે આજની સુનાવણીમાં કલ્યાણસિંહ પર વિવિધ કલમ હેઠળ આરોપો ઘડ્યા છે. ત્યાર બાદ હવે રોજિંદી રીતે વકીલોની હાજરીમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

Video: હાફિઝ સઈદ પર Zee મીડિયાનો સવાલ સાંભળી ભાગ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી
કોની-કોની પર ચાલી રહ્યો છે કેસ ? 
ઉલ્લેખનીય છે કે, સીબીઆઇની અરજી અંગે સુપ્રીમે 2017ના રોજ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં કલ્યાણસિંહ ઉપરાંત ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતુંભરા, મહંત નૃત્યગોપાલ દાસ સહિત અનેક અન્યોને આરોપી ગણી કેસ ચલાવવાની વાત કરી હતી. આ તમામ હાલ જામીન પર છે.

ચંદ્રયાનના વિક્રમનું થયું ‘હાર્ડ લેન્ડિંગ’, લેન્ડરને શોધવામાં ના મળી સફળતા: NASA
શું છે સમગ્ર મુદ્દો
ઉલ્લેખનીય છે કે, 6 ડિસેમ્બર 1992ના રોજ જ્યારે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી તે સમયે કલ્યાણસિંહ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા. કલ્યાણસિંહ પર આરોપ હતો કે તેમણે વચન આપ્યું હતું કે, તેઓ બાબરી મસ્જિદનાં ઢાંચાને નુકસાન નહી થવા દે, પરંતુ કારસેવકોએ મસ્જિદને તોડી પાડી. આ ઘટના બાદ કલ્યાણસિંહે રાજીનામું આપવું પડ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news