નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં રોમાંચક લડાઈમાં એનડીએની જીતથી ઉત્સાહિત ભાજપ દિલ્હીમાં જશ્ન મનાવી રહ્યું છે. કોરોના મહામારી છતાં પાર્ટી ઓફિસની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાર્ટી ઓફિસ પહોંચી ગયા છે.  ઢોલ-નગારાની સાથે કાર્યકર્તાઓ નાચી રહ્યાં છે. સર્વોચ્ચ નેતાઓ પર ફુલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ ભારત માતા કી જય સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી. મોદીજીએ બિહાર જીત માટે દેશનો આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, લોકતંત્રના પર્વને બધાએ મળીને ઉત્સવની સાથે મનાવ્યો. ચૂંટણી ભલે કેટલીક સીટો પર હોય, પરંતુ લોકોની નજર ટ્વિટર, ચૂંટણી પંચની વેબસાઇટ અને ટીવી પર હતી. 


પીએમ મોદીએ કહ્યું કે, આ ચૂંટણી પરિણામોમાં એનડીએને અપાર જનસમર્થન મળ્યું છે. તે માટે ભાજપ, એનડીએના લાખો કાર્યકર્તા ભાઈઓ-બહેનોને જેટલી શુભેચ્છા આપુ એટલી ઓછી છે. હું દરેક કાર્યકર્તા અને તેના પરિવારજનોને હ્રદયથી શુભેચ્છા આપુ છું. 


કોરોનાના આ સંકટ કાળમાં ચૂંટણી કરાવવી સરળ નહતી, પરંતુ આપણી લોકતાંત્રિત વ્યવસ્થા એટલી સશક્ત છે, પારદર્શી છે કે આ સંકટ વચ્ચે પણ તેમણે આટલી મોટી ચૂંટણી કરાવીને ભારતની તાકાતની ઓળખ કરાવી છે. 


દેશની જનતા તમારી મહેનત જોઈ રહી છે, આ કારણ છે કે જનતા મુશ્કેલ પરિસ્થિતિમાં મત આપવા આવી. કાલના ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કરી દીધું કે ચૂંટણીની જીતનું કેન્દ્ર હવે વિકાસ જ હશે.


રાજકીય હિંસા પર બોલ્યા પીએમ
પીએમ મોદી બોલ્યા- જે લોકો અને સીધો પડકાર આપી રહ્યો નથી તે અમારા કાર્યકર્તાઓની સાથે હિંસા કરી રહ્યાં છે, તેમની હત્યા કરી રહ્યાં છે. પરંતુ લોકતંત્રમાં હિંસાનું કોઈ સ્થાન નથી, કાર્યકર્તાઓને મારવા યોગ્ય નથી. મોતની રમત રમીને મત ન મેળવી શકાય. તેમણે કહ્યું કે, અમારો ઇરાદો, પ્રયાસો પર કોઈ સવાલ ન ઉઠાવી શકે. હું જનતાના સપનાને પૂરા કરવામાં કોઈ કમી છોડીશ નહીં. 

પીએમ મોદીનો વિપક્ષ પર હુમલો
પ્રધાનમંત્રીએ કહ્યુ કે, 21મી સદીના ભારતના નાગરિક, વારંવાર પોતાનો સંદેશ સ્પષ્ટ કરી રહ્યાં છે. હવે સેવાની તક તેને મળશે, જે દેશના વિકાસના લક્ષ્યની સાથે ઈમાનદારીથી કામ કરશે. દરેક રાજકીય પક્ષ પાસે દેશની જનતાને આ અપેક્ષા છે કે દેશ માટે કામ કરો. દેશના કામ સાથે મતલબ રાખો. પીએમ મોદીએ કહ્યુ કે, દેશના વિકાસ, રાજ્યના વિકાસ, આજે સૌથી મોટી કસોટી છે અને આવનારા સમયમાં પણ આ ચૂંટણીનો આધાર થવાનો છે. જે લોકો આ નથી સમજી રકહ્યાં, આ વખતે તેની જગ્યાએ જગ્યાએ ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. 


દેશને આગળ લઈ જવાનું કામ કરીશુંઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, આજે દેશ, ભારતીય જનતા પાર્ટી પર જે સ્નેહ જોવા મળી રહ્યો છે, એનડીએ પર જે સ્નેહ જોવા મળી રહ્યો છે, તેનું સૌથી મોટુ કારણ છે કે ભાજપે, એનડીએએ દેશના વિકાસને, લોકોના વિકાસને પોતાનું સર્વોપરિ લક્ષ્ય બનાવ્યું છે. અમે તે દરેક કામ કરીશું જે દેશને આગળ લઈ જાય.


જનતાનો વિશ્વાસ પ્રધાનસેવક માટે સૌથી મોટી મૂડી
પીએમ મોદીએ કહ્યુ કે, આજે ભાજપ દેશની એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે, જેમાં ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિતોનું પ્રતિનિધિત્વ જોવા મળે છે. આજે ભાજપ દેશની એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે, જે સમાદના દરેક વર્ગની જરૂરીયાતને સમજે છે, તેના માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, આજે ભાજપ એકમાત્ર પાર્ટી છે જે રાષ્ટ્રીય આકાંક્ષાઓની સાથે દરેક ક્ષેત્રના ગૌરવને પણ એટલા ગર્વની સાથે પોતાની સાથે લઈને ચાલે છે. દેશના યુવાનો જેના પર સૌથી વધુ વિશ્વાસ કરે તો તે ભાજપ છે. દલિતો-પીડિતો-શોષિતોનો જો કોઈ અવાજ છે તો તે આજે ભાજપ છે. પીએમ મોદીએ કહ્યુ કે, આર્થિક સુધાર થાય, કૃષિ સુધાર હોય કે દેશની સુરક્ષા, શિક્ષણની વાત હોય, નવી વ્યવસ્થાની વાત હોય કે પછી કિસાનો-શ્રમિકોનું હિત, આ ભાજપ જ છે જેના પર દેશ આજે સૌથી વધુ વિશ્વાસ કરે છે. આ વિશ્વાસ ભાજપ માટે, મારા માટે, તમારા પ્રધાસેવક માટે મોટી મૂડી છે. 


જનતા ભાજપને વારંવાર તક આપી રહી છેઃ પીએમ
પીએમ મોદીએ કહ્યુ કે, ગુજરાતમાં ભાજપ 90ના દાયકાથી છે અને ત્યાં પણ પાર્ટી પેટાચૂંટણીમાં જીતી. મધ્યપ્રદેશમાં ભાજપે સીટો જોડી છે, જ્યારે ત્યાં આપણી સરકાર વર્ષોથી છે. એટલે કે દેશના લોકો ભાજપને વારંવાર તક આપી રહી છે. ભાજપ પર સૌથી વધુ વિશ્વાસ જનતા કરી રહી છે. 


દેશની જનતાનો પ્રેમ વધી રહ્યો છેઃ પીએમ
પીએમ મોદીએ કહ્યુ કે, ભાજપ જ છે જેના માટે જનતા જનાર્દનનો સ્નેહ વધી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ પહેલાથી વધુ સીટો જીતીને સરકારમાં પોતાની વાપસી કરી. બિહારમાં 3 વખત સરકારમાં રહ્યા બાદ ભાજપ જ એકમાત્ર પાર્ટી છે, જેની સીટોમાં વધારો થયો છે. પીએમ મોદીએ કહ્યું કે, ભાજપની સફળતા પાછળ governance મોડલ છે. જે લોકો governance  વિશે વિચારે છે, તે ભાજપ વિશે વિચારે છે. ભાજપ સરકારોની આ ઓળખ છે. 


પીએમ મોદી બોલ્યા- બિહાર તો સૌથી ખાસ છે
પીએમ મોદીએ કહ્યુ કે, બિહાર તો ખાસ છે. જો તમે મને બિહારના પરિણામ વિશે પૂછશો તો મારો જવાબ છે કે જનતાના દનાદેશની જેમ સ્પષ્ટ છે- બિહારમાં સબકા સાથ- સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્રની જીત થઈ છે. બિહારમાં સત્યની જીત થઈ છે, વિશ્વાસની જીત થઈ છે. પીએમ મોદીએ કહ્યું કે, બિહારના યુવાની જીત છે. માતાઓ-બહેનો-પુત્રીઓ જીતી છે. બિહારનો ગરીબો જીત્યો છે, કિસાન જીત્યા છે. આ બિહારની આકાંક્ષાઓની જીત છે. બિહારના ગૌરવની જીત છે. 


ભાજપની પાસે સાઇલેન્ટ વોટરનો મોટો સમૂહઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, અમે બધા ભાજપના કાર્યકર્તા, નીતીશ જીના નેતૃત્વમાં એનડીએના કાર્યકર્તા, દરેક બિહારવાસીની સાથે, આ સંકલ્પને સિદ્ધ કરવામાં કોઈ કસર છોડીશું નહીં. પીએમ મોદીએ કહ્યુ કે, ભાજપની પાસે સાઇલેન્ટ વોટરનો એક મોટો સમૂહ છે જે તેમને વારંવાર વોટ આપી રહ્યો છે. આપણા દેશની મહિલાઓ, નારી શક્તિ અમારા માટે સાઇલેન્ટ વોટર છે. ગ્રામીણથી શહેર સુધી, મહિલાઓ અમારા માટે સાઇલેન્ટ વોટરનો મોટો સમૂહ બની ગઈ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube