હું ભારત માટે જીવ્યો, મારી 50 વર્ષની તપસ્યા કોઈ ધૂળમાં મેળવી શકે નહીં: પીએમ મોદી
લોકસભા ચૂંટણી 2019 હેઠળ ભાજપના પ્રચારમાં લાગેલા પીએમ મોદીએ આજે યુપીના પ્રતાપગઢમાં રેલી સંબોધી.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 હેઠળ ભાજપના પ્રચારમાં લાગેલા પીએમ મોદીએ આજે યુપીના પ્રતાપગઢમાં રેલી સંબોધી. તેમણે સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મેં ભારતમાતા માટે તપસ્યા કરી છે. નામદાર મારી 50 વર્ષની તપસ્યાને ધૂળમાં મેળવી શકે નહીં.
તેમણે કહ્યું કે કાલ સુધી કોંગ્રેસના નામદાર કહેતા હતાં કે તેઓ મોદીના પ્રભાવથી ડરે છે. હવે કહે છે કે જ્યાં સુધી મોદીની મહેનત અને મોદીની દેશભક્તિ પર દાગ ન લાગે ત્યાં સુધી મોદી સામે જીતી શકો નહીં. નામદાર કાન ખોલીને સાંભળી લો... આ મોદી સોનાનો ચમચો લઈને શાહી પરિવારમાં પેદા થયો નથી. આ મોદી ભારતમાતાની ધૂળ ફાંકીને મોટો થયો છે. આ મોદી 5 દાયકા સુધી જરાય અટક્યા વગર, થાક્યા વગર, ફક્ત ભારતમાતા માટે જીવ્યો છે અને ભારતમાતા માટે તપસ્યા કરી છે.
29 વર્ષ પછી પંડિત રોશનલાલ કાશ્મીર પરત ફર્યા, શિવસેના PM મોદી પર ઓળઘોળ
પીએમ મોદીએ કહ્યું કે 4 તબક્કાના મતદાન બાદ ઉત્તર પ્રદેશના લોકોએ નક્કી કરી દીધુ કે પરિણામ શું આવવાનું છે. હવે પાંચમા તબક્કા અગાઉ જો આ મહામિલાવટી લોકો તમારો આ ઉત્સાહ જોઈ લેશે તો કદાચ મેદાન છોડી દેશે. તેમણે સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી ઉપર પણ આકરા પ્રહારો કર્યાં.
તેમણે કહ્યું કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સમાજવાદી પાર્ટીએ ગઠબંધનના બહાને બહેન માયાવતીનો ફાયદો તો ઉઠાવી લીધો, પરંતુ હવે બહેનજીને સમજમાં આવી ગયું છે કે સપા અને કોંગ્રેસે ખુબ મોટી રમત રમી છે. હવે બહેનજી ખુલ્લેઆમ કોંગ્રેસ અને નામદારની ટીકા કરે છે.
સર્જિકલ સ્ટ્રાઈક સેનાએ કરી હતી, PM મોદીએ નહીં, સેના તેમની ખાનગી સંપત્તિ નથી: રાહુલ ગાંધી
પીએમ મોદીએ આ દરમિયાન શાયરાના અંદાઝમાં પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ન હું પડ્યું..ન મારી આશાના મિનારા પડ્યાં.. પરંતુ કેટલાક લોકો મને પાડવામાં અનેકવાર પડ્યાં. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકોએ મજબુત ભારત માટે મજબુત સરકાર માટે પોતાના સંકલ્પ પર અડગ રહેવાનું છે. મજબુર અને તકવાદની આ મહામિલાવટનો પંજો ખુબ ખતરનાક છે.
જુઓ LIVE TV
મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ: 11 છોકરીઓની હત્યા? CBIએ કહ્યું-'હાડકાની પોટલી' મળી
પીએમ મોદીએ કહ્યું કે અમે આતંકવાદને સરહદના એક ખુબ નાના ભાગ સુધી સમેટી દીધો છે. આવું એટલા માટે શક્ય બની રહ્યું છે કારણ કે અમે આતંક પર દેશની અંદર અને સરહદપાર બંને જગ્યાએ સીધો પ્રહાર કરી રહ્યાં છીએ. મતો માટે અમે કોઈ આતંકીની જાત જોતા નથી.