પીએમ મોદી આજે ઝારખંડમાં કરશે ‘આયુષ્માન ભારત’ની શરૂઆત, 10.74 કરોડ પરિવારને મળશે લાભ
પીએમ મોદી આજે 11.30 વાગે ઝારખંડની રાજધાની રાંચીના પ્રભાત-તારા મેદાનમાં જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરવાના છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઝારખંડના કેન્દ્ર અને મહત્વકાંક્ષી આયુષ્માન ભારત- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનની શરૂઆત કરવાના છે. પીએમ મોદી આજે 11.30 વાગે ઝારખંડની રાજધાની રાંચીના પ્રભાત-તારા મેદાનમાં જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરવાના છે.
આ મહત્વાકાંક્ષી યોજનાનું લક્ષ્ય પ્રત્યેક પરિવારને વર્ષના પાંચ લાખ રૂપિયાનું કવરેજ આપવાનું છે. જેમાં 10.74 કરોડ ગરીબ પરિવારોને લાભ મળશે. આ પરિવારોના લોકો દ્વિતીય અને તૃતીય શ્રેણી હેઠળ પેનલની હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ ભરતી કરી શકાય છે. જો કે આ યોજનાનું નામ બદલીને વડાપ્રધાન જન આરોગ્ય અભિયાન કરી દેવામાં આવ્યું છે.
આ હોસ્પિટલમાં દાખલ થવાથી ખર્ચ ઓછો થશે
આ યોજનાના લાભાર્થીઓને કેશલેસ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલ્બધ કરવામાં આવશે. આનાથી હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચમાં ઘટાડો થશે, જે લોકોને વધુ ગરીબ બનાવે છે. આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ દરમિયાન પેદા થતા નાણાકીય જોખમને ઘટાડે છે. આ યોજનાના લાભાર્થીઓ સરકારી અને લિસ્ટેડ નજીકની હોસ્પિટલમાં સુવિધાઓનો લાભ લઇ શકે છે.
આ યોજનાના લાભાર્થીઓમાં ગરીબ, વંચિત ગ્રામીણ પરિવાર અને શહેરના શ્રમિકોના વ્યવસાયિક વર્ગો આવશે. નવીનતમ સામાજિક આર્થિક આર્થિક વસ્તી ગણતરી (એસઇસીસી)ના હિસાબથી ગામમાં આવા 8.03 કરોડ અને શહેરમાં 2.33 કરોડ પરિવાર છે. આ યોજનાનો લાભ લગભગ 50 લાખ લોકોને મળશે.
એસઇસીસીના ડેટાબેઝમાં અપ્રમાણિકતાના આધારે યોગ્યતા નક્કી કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં અપ્રમાણિકતાના વર્ગોના (ડી1, ડી2, ડી3, ડી4, ડી5, ડી6 અને ડી7) આધારે લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં 11 રીતના માપદંડ યોગ્યતા નક્કી કરશે. આ ઉપરાંત જે રાજ્યોમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના છે, તેના લાભાર્થીઓને પણ આ નવી યોજના અંતર્ગત લેવામાં આવશે.
આ યોજનાના મુખ્ય શિલ્પી નીતિ આયોગના સદસ્ય વીકે પોલએ કહ્યું હતું કે, વડાપ્રધાન 23 સપ્ટેમ્બરે આ યોજનાની શરૂઆત કરશે પરંતુ આ યોજના 25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતીના દિવસથી લાગું કરવામાં આવશે.
(ઇનપુટ-ભાષા)