નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ સોમવારે (1 માર્ચ) સવારે કોરોના વાયરસ વેક્સીન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ દિલ્હીના એમ્સ (AIIMS) માં લગાવ્યો. આ વાતની જાણકારી તેમણે પોતે ટ્વીટ કરી હતી. તમને જણાવી દઇએ કે 1 માર્ચથી કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive)નો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે અને તેના હેઠળ હવે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. આ ઉપરાંત 45 થી 59 વર્ષની ઉંમરવાળા તે લોકોને પણ વેક્સીનેશન કરવામાં આવશે, જેમને પહેલાંથી કોઇ મોટી બિમારી છે. 

વિપક્ષને આકરો જવાબ
દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનનું કામ શરૂ થયું હતું, ત્યારથી કોરોના વોરિયર્સને વેક્સીન આપવામાં આવી. આ દરમિયાન ઘણીવાર માંગ ઉઠી હતી કે પ્રધાનમંત્રી મોદીને પણ વેક્સીન લેવી જોઇએ, જેથી લોકોમાં વિશ્વાસ જાગે. સાથે જ કેટલાક રાજકીય દળો, રાજ્ય સરકારોએ જન-પ્રતિનિધિઓને વેક્સીન મળવાની વાત કહી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube