જેસલમેર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) શનિવારે જવાનોની વચ્ચે દિવાળી (Diwali)ઉજવવા માટે રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર લોંગેવાલા પોસ્ટ પહોંચ્યા. આ દરમિયના તેમણે જવાનોને સંબોધિત કર્યા અને કહ્યું કે આજે ભારત આતંકવાદના આકાઓને ઘરમાં ઘૂસીને મારે છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાન અને ચીન (Pakistan and China)નું નામ લીધું પડોશી દેશોને કડક સંદેશ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકના આકાઓને ઘરમાં ઘૂસીને મારે ભારે ભારત
જવાનોને સંબોધિત કરતાં પીએમ મોદી (PM Modi)એ કહ્યું 'જ્યારે જરૂર પડી છે. ભારતે દુનિયાને બતાવ્યું છે કે તેની પાસે તાકાત પણ છે અને યોગ્ય જવાબ આપવાના રાજકારણની ઇચ્છાશક્તિ પણ છે. આજે ભારત આતંકના આકાઓને ઘરમાં ઘૂસીને મારે છે, આજે દુનિયાને સમજી રહી છે આ દેશ પોતાના હિતોથી કોઇપણ કિંમત પર જરાપણ સમજોતોકરવાના નથી. 


ભારતની સૈન્ય શક્તિ આગળ કોઇ ટકી શક્યું નહી
પ્રધાનમંત્રી કહ્યું 'આજે આખુ ભારત વિશ્વારવાદી તાકાતોથી પરેશાન છે. વિસ્તારવાદ, એક પ્રકારની માનસિક વિકૃતિ છે અને અઠારમી શતાબ્દીની વિચારસણીને દર્શાવે છે. આ વિચારસણીની વિરૂદ્ધ પણ ભારત પ્રખર અવાજ બનાવી રહ્યું છે. આજે ભારતની સૈન્ય શક્તિ સામે ભલે કોઇપણ આવી જાય તે ટકી શકે નહી. દુનિયનઈ કોઇ તાકાત આપણા સૈનિકોને રોકી ન શકે. 

ભારતની નીતિ સમજવાની-સમજાવવાની, જો અજમાવશો તો પ્રચંડ જવાબ મળશે: PM મોદી


અજમાવવાનો પ્રયત્ન કર્યો તો જવાબ પ્રચંડ મળશે
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ના લીધા વિના ચીન અને પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે 'આજે ભારતની રણનીતિ સ્પષ્ટ છે. આજનું ભારત સમજવા અને સમજાવવાની નીતિ પર વિશ્વાસ કરે છે, પરંતુ જો કોઇ અમને અજમાવવાનો પ્રયત્ન કરશે તો તેને જવાબ પણ એટલો જ પ્રચંડ મળશે. 


તે રાષ્ટ્ર સુરક્ષિત, જેની અંદર મુકાબલો કરવાની શક્તિ
પીએમ કહ્યું કે ઇતિહાસ બતાવે છે કે ફક્ત તે રાષ્ટ્ર સુરક્ષિત રહે છે, જેની અંદર મુકાબલો કરવાની શક્તિ છે. દુનિયાના સમીકરણ કેટલા પણ બદલાઇ ગયા હોય પરંતુ સતર્કતા જ સુખ ચેનનો સંબલ છે અને સક્ષમતાથી જ શાંતિ છે. ભારત સુરક્ષિત છે, કારણ કે ભારત પાસે શક્તિ છે અને જવાબ આપવાની રજાકીય ઇચ્છાશક્તિ પણ.  


જવાનોએ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
પીએમ મોદીએ જવાનોને કહ્યું 'દેશની સરહદ પર જો કોઇ એક પોસ્ટનું નામ દેશના સૌથી વધુ લોકોને યાદ હશે. અનેક પેઢીઓને યાદ હશે, તે પોસ્ટનું નામ લોંગેવાલા પોસ્ટ છે. લોંગેવાલામાં જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને બેટલ ઓફ લોંગેવાલા યાદ રહેશે. ભારતની શક્તિની સામે કોઇપણ ટકી શકે નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube