નવી દિલ્હી: દુનિયાના સૌથી અનોખો ભવ્ય અને કૂટનીતિક મહાકુંભના સંગમ રાયસીના ડાયલોગ (Raisina Dialogue 2020)માં 14 જાન્યુઆરીના રોજ ઉદઘાટન સત્રમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે 7 દેશોના પૂર્વ હેડ હાજર રહેશે. આ તમામ અતિથિ ગણ દુનિયા સમક્ષ જે ગ્લોબલ ચેલેન્જ છે તેને લઇને પોતાના મંતવ્ય રજૂ કરશે અને આઇડિયાને મહાસંગમમાં શેર કરશે. સંવાદના મહાકુંભમાં 2030 માટે એજન્ડા રાખવામાં આવ્યો છે. તેમાં રોલ ઓફ ટેક્નોલોજી ઇન મોર્ડન વર્લ્ડ, ક્લાઇમેટ ચેન્જ એન્ડ કાઉન્ટર ટેરરિઝ્મ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દાઓ પર જે લોકો ચર્ચા કરશે તેમાં ન્યૂઝિલેન્ડના પૂર્વ વડાપ્રધાન હેલેન ક્લાર્ક અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇ, સ્ટીફન હાર્પર કેનેડાના પૂર્વ વડાપ્રધાન, કાર્લ બિલ્ટ સ્વીડનના પૂર્વ વડાપ્રધાનમંત્રી અને એન્ડર રાસમુસેન ડેનમાર્કના વડાપ્રધાન, તશેરિંગ તોબગે પૂર્વ વડાપ્રધાનમંત્રી ભૂટાનના અને હાન સેંગ-સૂ-સાઉથ કોરિયાના પૂર્વ વડાપ્રધાનમંત્રી સ્પીકર છે. વિશ્વના આ નેતા નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ (Raisina Dialogue 2020) માં ઇન્વેસ્ટ મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણ કરશે. 


જે દેશોના વિદેશ મંત્રી નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ (Raisina Dialogue 2020)નો ભાગ છે તેમાં રૂસના વિદેશ મંત્રી, ઇરાન, ઓસ્ટ્રેલિયા, માલદીવ, સાઉથ આફ્રીકા, એસ્ટેનિયા, ચેક રિપ્બ્લિક, ડેનમાર્ક, હંગરી, લાતવિયા ઉજ્બેકિસ્તાન અને યૂરોપીય યૂનિયનના પ્રતિનિધિ સામેલ છે. આ સાથે જ સેક્રેટરી જનરલ ઓફ શંધાઇ કોર્પોરેશન એટલે કે SCO અને સેકેટરી જનરલ ઓફ કોમન વેલ્થની પણ ભાગ લેશે. અફઘાનિસ્તાનના એનએસએ અને અમેરિકાના ડેપ્યુટી એનએસએ સહિત ઘણા મંત્રી તેમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. 


ભારતના નવી દિલ્હીમાં થનાર રાયસીના ડાયલોગ (Raisina Dialogue 2020) પોતાનામાં એક અનોખું આયોજન છે, જેમાં આખી દુનિયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. જેમાં જિયો પોલિટિક્સ અને જિયો ઇકોનોમિક્સ પર મંથન થાય છે.  


રાયસીના ડાયલોગ (Raisina Dialogue 2020) 14 જાન્યુઆરીના રોજ સાંજે 6:00 વાગ્યાથી શરૂ થઇને 15 અને 16 જાન્યુઆરી સુધી ચાલશે. તેમાં 80થી વધુ સેશન હશે જેમાં ચર્ચા થશે. જે 5 વિષય બધાની સામે રહેશે તેમાં 'ધ નેશનલિસ્ટ ઇંપલ્સિવ ચેલેન્જ એસ ગ્લોબલ ઇંસ્ટીટ્યૂશન્સ એન્ડ કલેક્ટિવ એક્શન, બીજો ધ ડિબેટ ઓન ધ ગ્લોબલ ટ્રેડિંગ આર્કિટેક્ચર, ત્રીજો ધ રોલ ઓફ ટેક્નોલોજી ઇન ડેટા માઇનિંગ, ચોથો પોલીટિકલ ઇકોનોમિક એન્ડ મિલિટ્રી પાવર પાંચમો ધ ગ્લોબલ ડેવલોપમેન્ટ એજન્ડ એન્ડ સ્ટેટ ઇંડિવિજુઅલ રિલેશનશિપ ઇન ધ એઝ ઓફ ડિજિટલ કમ્યુનિટિઝ એન્ડ સાઇબર સ્પેસ. આ તે વિષય છે જેના પર આખી દુનિયા રાયસીના ડાયલોગ (Raisina Dialogue 2020) મંથન કરશે. 


રાયસીના ડાયલોગ (Raisina Dialogue 2020) નું આ પાંચમું વર્ષ છે, પરંતુ જે પ્રકારે તેમાં ચર્ચા થાય છે. દુનિયાભરમાં તેની ક્રેડિબિલિટી છે. તમામ દેશ ભાગ લે છે તેનાથી ડિપ્લોમેસીમાં ભારતનું કદ પણ પરિલક્ષિત થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube