નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મોટો ઝટકો આપ્યો છે. સમાચાર એજન્સી ANI અનુસાર, ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત થાઈલેન્ડમાં મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ ગ્રુપની એક સંપત્તી ટાંચમાં લીધી છે. આ સંપત્તીની કિંમત રૂ.13 કરોડથી પણ વધુ છે. ઈડીએ ટાંચમાં લીધેલી ફેક્ટરી થાઈલેન્ડની એબ્બીક્રેસ્ટ લિમિટેડ નામની છે, જે ગિંતજલી ગ્રુપની જ કંપની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત આવવા અંગે તબિયત ખરાબઃ મેહુલ ચોક્સી
તાજેતરમાં જ મેહુલ ચોક્સીએ એક નિવેદનમાં પોતાની તબિયત ખરાબ હોવાનું જણાવીને કહ્યું હતું કે, તે ફ્લાઈટમાં 41 કલાકની લાંબી મુસાફરી કરીને ભારત નિવેદન નોંધાવા માટે આવી શકે એમ નથી. ચોક્સીએ ઈન્ટરપોલ દ્વારા તેની સામે રેડ કોર્નર નોટિસ બહાર પાડ્યા બાદ આ નિવેદન આપ્યું હતું. 


કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની હિલચાલ?


ચોક્સીએ 34 પાનાંનો આપ્યો જવાબ
ઈડીની અરજીને રદ્દ કરવાની માગ કરતા મેહુલ ચોક્સીએ 34 પાનાના જવાબમાં જણાવ્યું હતું કે, 'તેઓ પંજાબ નેશનલ બેન્કનું બાકીનું લેણુ ચુકવવા માટે પત્રો દ્વારા વાટાઘાટો કરી રહ્યા છે. ચોક્સીએ વિશેષ જજ એણ.એસ. આઝમી સમક્ષ સોમવારે તેના વકીલ સંજય અબોટ અને રાહુલ અગ્રવાલ દ્વારા 34 પાનાંનો જવાબ રજૂ કર્યો હતો.'


ઈડીએ મારી સંપત્તિની ઓછી કિંમત આંકીઃ મેહુલ ચોક્સી
ઈડી દ્વારા મેહુલ ચોક્સીને આર્થિક ભાગેડુ અપરાધી જાહેર કર્યા બાદ તેની સંપત્તિઓને ટાંચમાં લેવા માટે એક અરજી દાખલ કરી છે. ચોક્સીએ પોતાના જવાબમાં ઈડી પર આરોપ લગાવ્યો હતો કે, તપાસ એજન્સીએ જાણીજોઈને તેની અનેક સંપત્તિની કિંમત ઓછી આંકી છે. ટાંચમાં લેવાયેલી સંપત્તિનું મૂલ્ય 89થી 537 કરોડનું આંકવામાં આવ્યું છે. 


'વચેટિયાની પુછપરછથી ડરી ગઈ છે કોંગ્રેસ': વડા પ્રધાન મોદી


12,400 કરોડ લઈને ભાગી જવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેન્કના રૂ.12,400 કરોડ લઈને ભાગી જવાનો આરોપ છે. ચોક્સીએ એન્ટિગુઆની નાગરિક્તા લઈ લીધી હોવાના સમાચાર પણ મીડિયામાં પ્રકાશિત થયા હતા. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...