નિમોનિયાની પ્રથમ `મેડ ઇન ઈન્ડિયા` વેક્સિન, સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કરી લોન્ચ
સીરમ ઈન્સ્ટિટ્યૂટે એક નિવેદનમાં કહ્યું કે, નિમોનિયા કોવિડ-19ના ગંભીર લક્ષણોમાંથી એક છે. આ વેક્સિન બાળકોમાં નિમોનિયાને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વેક્સિનને લઈને લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે નિમોનિયાથી બાળકોને બચાવવા માટે પ્રથમ 'મેડ ઇન ઈન્ડિયા' વેક્સિન 'નિમોસિલ' આવી ગઈ છે. આ વેક્સિનને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બનાવી છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે એક કાર્યક્રમ દરમિયાન તેને લોન્ચ કરી છે.
અદાર પૂનાવાલાએ આપી જાણકારી
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પુણેના સીઈઓ અદાર પૂનાવાલાએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા તેની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યુ, ડો, હર્ષવર્ધન, બાળકોને નિમોનિયાથી બચાવવા માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટની બનાવેલી પ્રથમ મેડ ઈન ઇન્ડિયા વેક્સિન નિમોસિલને લોન્ચ કરવા માટે આભાર.
સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓને આશા, સરકાર જલદી વેક્સિનના ઉપયોગની આપશે મંજૂરી
પબ્લિક હેલ્થકેર માટે મોટી સિદ્ધિ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને એક કાર્યક્રમ દરમિયાન આ વેક્સિન લોન્ચ કરી છે. તેમણે કહ્યું કે, આ દેશના પબ્લિક હેલ્થકેર માટે મોટી સિદ્ધિ છે. આ સસ્તી અને હાઈ-ક્વોલિટી વેક્સિન બાળકોને નિમોનિયા બીમારીથી સુરક્ષા પ્રદાન કરશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube