મુંબઈઃ Railway Sewa Ticket Booking:  ડિજિટલ યુગમાં લોકો ગમે ત્યારે સાઇબર ક્રાઇમ દ્વારા છેતરપિંડીનો ભોગ બનતા હોય છે અને તેને ખબર પણ પડતી નથી કે તેના પૈસા કપાવાના છે. એક મહિલાની સાથે આ થયું જ્યારે તેની પાસે ટિકિટ બુક કરાવવાના બહાને 64 હજારની છેતરપિંડી કરી લેવામાં આવી. ચોંકાવનારી વાત છે કે આ મહિલાએ ખુદ ફોર્મ ભર્યું અને ઓટીટી ભરવાની સાથે તેના પૈસા ઉડી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTC ને કર્યું હતું ટ્વીટ
હકીકતમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મહિલા મુંબઈની રહેવાસી છે અને તેનું નામ એમએન મીણા છે. જાણવા મળ્યું કે હાલમાં તેણે IRCTC ની વેબસાઇટ પરથી મુંબઈથી ભુજ જવા માટે 14 જાન્યુઆરીએ ત્રણ ટિકિટ બુક કરી હતી. તેની ટિકિટ RAC થઈ ગઈ ત્યારે તેણે પોતાની ટિકિટ ઇન્કવાયરી કરવા માટે પોતાનો નંબર અને ટ્રેન ટિકિટ IRCTC ને ટેગ કરી ટ્વીટ કર્યું હતું. 


આ પણ વાંચોઃ Video: ગર્લફ્રેન્ડના લગ્નમાં સાડી પહેરી પહોંચી ગયો યુવક, ઝડપાઈ જતા થઈ ગયો હોબાળો


મહિલાને ફોન આવ્યો અને
મહિલાથી તે ભૂલ થઈ ગઈ કે તેણે પોતાનો મોબાઇલ નંબર ટ્વીટ કરી દીધો. ત્યારબાદ તે સાઇબર ફ્રોડનો શિકાર થઈ ગઈ. તેના નંબર પર કોલ કરી તેને ફસાવવામાં આવી અને પછી ઓટીપીની મદદથી તેના એકાઉન્ટમાંથી 64 હજાર રૂપિયા ઉડાવી દેવામાં આવ્યા. આ ત્યારે થયું જ્યારે મહિલાને એક ફોન આવ્યો અને ફોન પર વ્યક્તિએ જણાવ્યું કે તે રેલવે તરફથી બોલી રહ્યો છે. 


મહિલા પાસે એક ફોર્મ ભરાવ્યું
મહિલાએ ટ્વીટ કર્યું હતું એટલે તેને લાહ્યું કે ટ્વીટ બાદ રેલવે સેવાના લોકોએ તેને ફોન કર્યો. ત્યારબાદ મહિલા પાસે એક ફોર્મ ભરાવવામાં આવ્યું અને મહિલાએ પોતાના એકાઉન્ટની વિગત ભરીને સબમિટ કર્યું. ત્યારબાદ મહિલાએ ઓટીપી એનટ્ર કર્યો તો તેના ખાતામાં રહેલા રૂપિયા ઉડી ગયા હતા. 


આ પણ વાંચોઃ સિનેમાહોલની અંદર દર્શકોને ફ્રીમાં આપવું પડશે પાણી, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું


સાઇબર ક્રાઇમમાં કેસ દાખલ
જ્યારે મહિલાની સાથે આ ઘટની બની ત્યારબાદ તેને ખબર પડી કે ભૂલ થઈ ગઈ છે. તેણે પોતાનો કેસ સાઇબર ક્રાઇમમાં દાખલ કરાવ્યો છે. મહિલાની આ કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube