સિનેમાહોલની અંદર દર્શકોને ફ્રીમાં આપવું પડશે શુદ્ધ પાણી, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું

SC Hearing on Cinema Hall: સુપ્રીમ કોર્ટે સિનેમા હોલના માલિકોને કહ્યું છે કે તેઓ ફિલ્મ જોનારાઓને હોલની અંદર મફત શુદ્ધ પાણી પ્રદાન કરે. એક અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ વાત કહી. જમ્મુ-કાશ્મીરના સિનેમાહોલ માલિકોની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. 

સિનેમાહોલની અંદર દર્શકોને ફ્રીમાં આપવું પડશે શુદ્ધ પાણી, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સિનેમાઘરોની અંદર દર્શકોને ફ્રી શુદ્ધ પાણી આપવાનું કહ્યું છે. ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની પીઠે કહ્યુ કે, સિનેમાહોલ માલિક દર્શકોને ખુદનું ભોજન અને વેબરેજ લાવવાથી રોકી શકે છે પરંતુ સિનેમાહોલની અંદર સ્વચ્છ પાણી ફ્રી આપવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે માતા-પિતા સાથે આવનાર નાનું બાળક કે નવજાત માટે યોગ્ય માત્રામાં ભોજન અંદર લાવવાની મંજૂરી હોવી જોઈએ. 

હકીકતમાં સર્વોચ્ચ અદાલતમાં આ અરજી જમ્મુ-કાશ્મીરના સિનેમાઘર માલિકોએ દાખલ કરી હતી. જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે રાજ્યના મલ્ટીપ્લેક્સ/સિનેમાહોલને સિનેમા જોવા આવનારને પોતાનું ભોજન અને પાણી અંદર લઈ જવાનો આદેશ આપ્યો હતો. સિનેમાહોલે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 

સિનેમાહોલ તરફથી વરિષ્ઠ વકીલ કે વી વિશ્વનાથન રજૂ થયા હતા. તેમણે દલીલ કરી ક સિનેમાહોલ્સ એક ખાનગી સંપત્તિ છે તો ત્યાં પ્રવેશના અધિકારને રિઝર્વ રાખી શકે છે. તેમણે દલીલ આપી કે આ પ્રકારના પ્રતિબંધોથી સુરક્ષા મજબૂત થાય છે અને આવી વ્યવસ્થા એરપોર્ટ પર પણ જોવા મળે છે. આ સાથે તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર સિનેમા (રેગ્યુલેશન) એક્ટ 1975માં પણ કોઈ ઉલ્લેખ નથી કે સિનેમા જોવા આવનાર ભોજન લઈ જઈ શકે છે. તેમણે કહ્યું કે, કોઈને સિનેમાહોલ જવા માટે બાધ્ય ન કરી શકાય કે પછી ત્યાં ભોજન ખરીદવાની બાધ્યતા નથી. 

આ દલીલો પર ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે સિનેમાહોલની સંપત્તિ ખાનગી સંપત્તિ હોય છે. તેના માલિકની પાસે નિયમ બનાવવાનો અધિકાર છે. તે એવી શરતો રાખી શકે છે જે લોકોના હિતની ન પણ હોય. હાઈકોર્ટે આ ચુકાદો આપીને પોતાની મર્યાદાનું અતિક્રમણ કર્યું છે. તેનાથી સિનેમાહોલ માલિકોના અધિકારનું ઉલ્લંઘન થશે. 

પરંતુ ચીફ જસ્ટિસે સિનેમાહોલને કહ્યુ કે, સિનેમા જોવા આવતા દર્શકોને ફ્રીમાં શુદ્ધ પાણી આપે. માતા-પિતાની સાથે આવતા નાના બાળકો માટે યોગ્ય માત્રામાં ભોજન લઈ જવાની મંજૂરી આપવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news